khissu

જ્યોતિષશાસ્ત્ર / જાણો મૃત વ્યક્તિના કપડા શા માટે ન પહેરવા જોઈએ?

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે મૃત વ્યક્તિનાના કપડા ન પહેરવા જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે આ કેમ કરવામાં આવે છે? કારણ કે સનાતન ધર્મમાં દરેક વસ્તુ અને દરેક ક્રિયા માટે મજબૂત કારણ અને તર્ક છે. તો ચાલો જાણીએ આ રોચક માહિતી..

ભૂતકાળની યાદો બાંધીને રાખે છે: જ્યોતિષશાસ્ત્ર મુજબ, જ્યારે આપણું કોઈ પ્રિય વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેની સાથે જોડાયેલા રહેવા માટે ફક્ત તેની યાદો જ આપણી પાસે રહે છે. જેમાં મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓ પણ હોય છે. જો આપણે મૃત વ્યક્તિનો સામાન આપણી પાસે રાખીએ અને તેનો ઉપયોગ પણ કરીએ તો તે આપણને માનસિક રીતે નબળો કરી શકે છે, તે દુઃખદ ક્ષણને આપણે ભૂલી નથી શકતા, જીવનની ગતિ સાથે જાતે આગળ વધવું જરૂરી છે. એવું વસ્તુઓને દાનમાં આપવી જોઈએ જેનાથી આપણું ભૂતકાળ મૃત વ્યક્તિ સાથે બંધાયેલું છે.

આત્માને ક્યારેય રોકવી ન જોઈએ: મૃત્યું પછી પણ જીવન છે. મૃત્યુ એ અંત નથી પણ આત્માની નવી શરૂઆત છે. એવું માનવામાં આવે છે કે આત્મા મુક્ત છે. જીવનનો ત્યાગ કર્યા પછી, તે નવા શરીરની શોધમાં જઈ શકે છે. તેથી તેને રોકશો નહીં, તેને આગળ વધવા દો, તેને નવી શરૂઆત કરવા દો. આ કારણોસર, મૃતકની વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.

મૃતકના કપડા ગરીબોને દાન કરો: જ્યોતિષ શાસ્ત્ર મુજબ મૃતકના કપડા હંમેશા દાનમાં આપવા જોઈએ. આની પાછળ મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે મૃતકના કપડાને હંમેશા જોતા રહેવાથી તેની આસપાસ રહેવાનો અહેસાસ થાય છે. વળી, તેની સાથે જોડાયેલી યાદો ક્યારેક લોકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે. એટલા માટે મૃતકના કપડા દાનમાં આપવા માટે કહેવામાં આવે છે.