ઉત્તરનાં પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફનાં કારણે રાજ્યમાં ભર શિયાળે માવઠાની શક્યતાઓ છે.
તા. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા તથા પોરબંદરમાં વરસાદની આગાહી છે. જ્યારે 28 ડિસેમ્બર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં તથા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,ડાંગ, દમણ, નવસારી,તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો શીત લહેર એટલે શું છે?
કોલ્ડવેવ તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. ભારત દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય અથવા વાસ્તવિક તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય તો તેને ઠંડી ગણવામાં આવે છે તેમજ તરંગ અથવા શીતલહેર કહેવાય છે