જાન્યુઆરીમાં કેવું રહેશે હવામાન, કાતિલ ઠંડી સાથે વરસાદની આગાહી, જાણો ત્રિપુટીની આગાહી

જાન્યુઆરીમાં કેવું રહેશે હવામાન, કાતિલ ઠંડી સાથે વરસાદની આગાહી, જાણો ત્રિપુટીની આગાહી

રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને ઠંડીનું જોર ઘટી જશે. 2025ની શરૂઆતમાં તાપમાન સામાન્ય રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવા વર્ષની શરૂઆત ઠંડી, કમોસમી વરસાદના કારણે જાન્યુઆરી મહિનામાં વારંવાર પલટો આવશે.

નોંધનીય છે કે, નવેમ્બર મહિનામાં તો તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું અને ડિસેમ્બર મહિનામાં બેથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારમાં શીત લહેર રહી. ચાલુ વર્ષે શિયાળામાં કોલ્ડવેવની ફ્રિકવન્સી ઘટતી જોવા મળી રહી છે. મોટા ભાગના દિવસોમાં તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા, પવનના તોફાનો, બરફ વર્ષા થતી જોવા મળશે. જેની અસર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી જોવા મળશે.

જિમ કે કસરત કરવાની જરૂર નથી, ઘરે બેઠા વજન ઘટાડો.વધુ માહિતી ક્લિક કરો.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહન્તીએ ગુરૂવારે જણાવ્યુ હતુ કે, આગામી મંગળવાર સુધીમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. જ્યારે આજ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. અપર લેવલ એટલે હાઇ ક્લાઉડ રહેવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થવાથી ગુજરાતના હવામાનમાં લગભગ 1થી 3 જાન્યુઆરી દરમિયાન ફેરફારો થઈ શકે છે અને ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આમ થવાથી દિવસનું જે મહત્તમ તાપમાન હાલ ચાલી રહ્યું છે તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આમ નવા વર્ષની શરુઆત સાથે પહેલા અઠવાડિયામાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે.