મગફળીનાં ભાવમાં વધારો થશે કે ઘટાડો: મગફળીનાં ભાવ સીંગતેલની પાછળ સતત વધી રહ્યાં છે, જોકે વેચવાલી ખાસ આવતી નથી. આજ રાજકોટ અને ગોંડલ એવા બે મુખ્ય પીઠામાં આવકો ખોલવાનાં છે અને બંને સેન્ટરમાં કેટલી આવક થાય છે તેનાં ઉપર બજારની નજર રહેલી છે.
નાફેડ દ્વારા મગફળીનું વેચાણ ચાલુ છે, પંરતુ એ બહુ માલ મજૂર કરતું નથી, પરિણામે બજારની જરૂરિયાત પૂરી થતી નથી. આવી સ્થિતિમાં ખુલ્લા બજારમાં મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૫થી ૨૦નો સુધારો થયો હતો.
આ પણ વાંચો: આજની 8 મહત્વની માહિતી: PPF એકાઉન્ટ, દર વર્ષે વેક્સિન, સિગ્નલ સ્કૂલ યોજના, 100₹ માં મુસાફરી, 11મો હપ્તો વગેરે
આગામી દિવસોમાં મગફળીની બજારમાં હજી પણ ભાવ વધે તેવી સંભાવનાં છે, જોકે મોટો આધાર યુદ્ધની સ્થિતિ ઉપર વધારે છે.
ખેડૂતોએ ઘઉં વેંચી નાખવા કે રાખવા ?:- ઘઉં બજારમાં ઝડપી તેજી આવી હોવાથી બાજરીનાં ભાવ પણ ઊંચકાયાં છે. ખાસ કરીને કેટલફીડ બજારમાં બાજરીની લેવાલી સારી હોવાથી ભાવ ઊચંકાયાં છે. બાજરીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ભાવ હજી થોડા વધી શકે છે.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં મંદીનો માહોલ યથાવત, મણે ૨૫ થી ૩૦ રૂપિયાનો ઘટાડો, ડુંગળી રાખવી કે વેંચી દેવી?
ગુજરાતની વાત કરીએ તો ઘઉંના નીચા ભાવને કારણે પિયત અને બીનપિયત ઘઉંના વાવેતરમાં મોટો કાપ મુકાયો છે. દેશની વાત કરીએ તો દેશના ઘઉં વાવેતરમાં વધારો થયો છે, જેનાથી આપણે ત્યાં ભલે ઘઉઁ ઓછા પાકે, પરંતુ અન્ય રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન વધવાનો સિનારિયો રચાયો છે.
સરકારે 1, માર્ચથી ઘઉંમાં ટેકાની ખરીદી માટે રજીસ્ટ્રોશન ચાલું કરાયું છે. રશિયા-યુક્રેનના યુધ્ધના કારણે વિશ્વમાં 25 ટકા જેવી નિકાસનો પુરવઠો ખોરવાયો છે. આમ સિઝન પ્રારંભે ઘઉંના ભાવમાં અકલ્પનીય ઉછાળો લાગું પડ્યો છે. કદાચ મગફળી જેવું ઘઉંમાં થઇ શકે છે. આ વખતે મગફળીના ખુલ્લી બજારમાં સારા ભાવને કારણે ખેડૂતોએ ટેકાની ખરીદીમાં જવાની જરૂર નહોતી પડી. આવી રીતે ટેકાની ખરીદી અને ખુલ્લીબજારમાં સામાન્ય ભાવ ફરક હોય તો ખેડૂતોએ સરકાર સાથે ટેકાની ખરીદીમાં લમણા લેવા પડતા નથી.
જો કે ખેડૂતો સલામતી તરીકે ટેકાની ખરીદીની નોંધણી કરાવવા લાગે છે. કદાચને કોઇ વૈશ્વિક કારણોને લીધે ઘઉંના ભાવ નીચે સરકી જાય તો ટેકાની ખરીદીનો લાભ લઇ શકાય છે.
ઘઉંમાં પ્રતિ 20 કિલો ટેકાનો ભાવ રૂ.403 છે. બજારો મીલબરમાં પણ એનાથી ઉંચી ચાલી રહી છે, તેથી ખેડૂતોની ઘઉંના પાક પર પક્કડ આવી છે, ઘણા બધા ખેડૂતો ઘઉં નીકળ્યાની સાથે બજારમાં મુકવા લાગ્યા છે, તો ઘણા મજબૂત ખેડૂતોએ ઘરમાં ઘઉં ભરી દીધા છે. બજારો વધુ તેજી થઇ જશે, એવી ખોટી ધારણા રાખવાને બદલે ખેડૂતોએ રફતા રફતા ઘઉં વેચતા પણ કરતા રહેવા જોઇએ.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 2050 |
ઘઉં | 215 | 480 |
જીરું | 2500 | 3675 |
એરંડા | 1100 | 1418 |
બાજરો | 295 | 340 |
રાયડો | 1040 | 1215 |
ચણા | 800 | 988 |
મગફળી ઝીણી | 900 | 1210 |
લસણ | 60 | 200 |
અજમો | 1500 | 1960 |
ધાણા | 1000 | 1850 |
તુવેર | 1090 | 1210 |
મેથી | 1150 | 1300 |
મરચા સુકા | 500 | 3440 |
ડુંગળી | 50 | 325 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1500 | 2100 |
ઘઉં | 480 | 500 |
જીરું | 2750 | 5125 |
એરંડા | 1290 | 1350 |
તલ | 1500 | 2500 |
બાજરો | 451 | 640 |
ચણા | 840 | 825 |
મગફળી જાડી | 1200 | 1320 |
જુવાર | 470 | 630 |
સોયાબીન | 1350 | 1350 |
ધાણા | 1650 | 2100 |
તુવેર | 1030 | 1220 |
તલ કાળા | 1600 | 2100 |
અડદ | 500 | 801 |
મેથી | 1000 | 1340 |
રાઈ | 1100 | 170 |
ઘઉં ટુકડા | 490 | 540 |
આ પણ વાંચો: ઘઉંમાં રશિયા-યુક્રેનના યુદ્ધથી ખેડૂતોને થશે હજી ફાયદો, જાણો આજના રેકોર્ડ બ્રેક ભાવો સાથે માહિતી...
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1300 | 2208 |
ઘઉં | 360 | 484 |
જીરું | 2300 | 3500 |
તલ | 1180 | 2188 |
ચણા | 650 | 1075 |
મગફળી ઝીણી | 1020 | 1289 |
મગફળી જાડી | 925 | 1301 |
જુવાર | 322 | 581 |
સોયાબીન | 1200 | 1402 |
ધાણા | 1200 | 2155 |
તુવેર | 700 | 1285 |
તલ કાળા | 1240 | 2235 |
સિંગદાણા | 1181 | 1498 |
ઘઉં ટુકડા | 439 | 550 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 450 | 487 |
ઘઉં ટુકડા | 460 | 503 |
ચણા | 800 | 934 |
અડદ | 800 | 1280 |
તુવેર | 1050 | 1279 |
મગફળી ઝીણી | 1000 | 1168 |
મગફળી જાડી | 850 | 1220 |
સિંગફાડા | 1400 | 1565 |
તલ | 1500 | 2161 |
તલ કાળા | 1625 | 1625 |
જીરું | 2500 | 3580 |
ધાણા | 1600 | 2305 |
મગ | 900 | 1360 |
સોયાબીન | 1300 | 1501 |
મેથી | 900 | 1070 |
વટાણા | 1085 | 1085 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1640 | 2034 |
ઘઉં | 462 | 521 |
જીરું | 2280 | 3870 |
એરંડા | 1100 | 1411 |
રાયડો | 1150 | 1209 |
ચણા | 861 | 917 |
મગફળી ઝીણી | 800 | 1236 |
ધાણા | 1197 | 1988 |
તુવેર | 1134 | 1177 |
અડદ | 500 | 1120 |
રાઈ | 950 | 1140 |
ગુવારનું બી | - | - |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1565 | 2200 |
ઘઉં લોકવન | 452 | 476 |
ઘઉં ટુકડા | 463 | 506 |
જુવાર સફેદ | 435 | 590 |
જુવાર પીળી | 325 | 380 |
બાજરી | 290 | 431 |
તુવેર | 1118 | 1235 |
ચણા પીળા | 890 | 920 |
અડદ | 850 | 1351 |
મગ | 1050 | 1423 |
વાલ દેશી | 870 | 1321 |
વાલ પાપડી | 1525 | 1795 |
ચોળી | 970 | 1640 |
કળથી | 770 | 1015 |
સિંગદાણા | 1675 | 1775 |
મગફળી જાડી | 1031 | 1285 |
મગફળી ઝીણી | 990 | 1211 |
સુરજમુખી | 760 | 1005 |
એરંડા | 1387 | 1433 |
અજમો | 1560 | 2340 |
સુવા | 960 | 1190 |
સોયાબીન | 1351 | 1411 |
સિંગફાડા | 1080 | 1650 |
કાળા તલ | 1960 | 2540 |
લસણ | 140 | 650 |
ધાણા | 1575 | 2300 |
જીરું | 3120 | 4100 |
રાઈ | 1040 | 1175 |
મેથી | 1075 | 1355 |
ઇસબગુલ | 1675 | 2280 |
રાયડો | 1085 | 1210 |
મહુવા માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
શીંગ મગડી | 1087 | 1291 |
જુવાર | 217 | 573 |
બાજરી | 351 | 611 |
અડદ | 900 | 935 |
મગ | 1000 | 2074 |
ચણા | 741 | 986 |
તુવેર | 555 | 1179 |
ધાણા | 690 | 2065 |
મેથી | 475 | 1145 |
ડુંગળી લાલ | 60 | 410 |
ડુંગળી સફેદ | 130 | 272 |
કપાસ | 1400 | 2044 |
નાળીયેર | 725 | 1686 |