નમસ્કાર ભાઈઓ,
કોમોડિટી બજારમાં અત્યારે મોટા ભાગની કોમોડિટીમાં તેજીનો દોર ચાલી રહ્યો છે,પરંતુ ડુંગળીની બજારમાં મંદી જોવા મળી રહી છે. નવી ડુંગળીની આવકો વધવા લાગી છે અને સામે લેવાલી ઓછી છે. વળી નિકાસ વેપારો હજી આ ભાવથી ખાસ થતા નથી, પરિણામે મણે રૂ.૧૦થી ૩૦ સુધીનો ઘટાડો થયો હતો. મહુવામાં જ અમુક વકલમાં ડુંગળીનાં ભાવ રૂ.૪૦૦ ઉપરનાં હતાં બાકી તમામ સેન્ટરમાં સારી ડુંગળીનાં ભાવ રૂ.૩૦૦થી ૩૫૦ વચ્ચે જ ક્વોટ થાય છે.
આ પણ વાંચો: ઘઉંમાં રશિયા-યુક્રેનના યુદ્ધથી ખેડૂતોને થશે હજી ફાયદો, જાણો આજના રેકોર્ડ બ્રેક ભાવો સાથે માહિતી...
ડુંગળીના જાણીતા માર્કેટ યાર્ડમાં કેવા બોલાય છે ભાવ ?
રાજકોટ
રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૫૦થી ૩૩૦નાં હતાં. મહુવામાં લાલની ૫૫ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૭૫થી ૪૪૨, સફેદમાં ૫૪ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૧૩૯થી ૨૯૩નાં ભાવ હતાં.
ગોંડલ
ગોંડલમાં લાલ ડુંગળીનાં ૩૬૩૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૭૧થી ૩૪૦ અને સફેદમાં ૧૭૨૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૧૧૧થી ૨૧૧નાં ભાવ હતાં.
મહુવા
મહુવામાં લાલ ડુંગળીનાં ૫૫ હજાર થેલાનાં વેપાર હતા અને ભાવ રૂ.૭૫થી ૪૩૪ અને સફેદમાં ૭૧ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૧૩૦થી ૨૯૭નાં હતાં. મહુવામાં સફેદ ડુંગળીની આવકોમાં હવે સતત વધારો જોવા મળશે. આગામી દિવસોમાં લાલ ડુંગળીની બજારમાં સરેરાશ ભાવ રૂ.૨૫૦ની અંદર આવી જાય તેવી ધારણાં છે.
આ પણ વાંચો: યુક્રેન-રશિયા યુધ્ધ પછી ડુંગળીના ભાવનો સર્વે, ડુંગળીના ભાવો વધશે કે ઘટશે?
સોમવારના લાલ ડુંગળીનાં ભાવ:-
માર્કેટ યાર્ડ | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 50 | 330 |
મહુવા | 75 | 434 |
ભાવનગર | 110 | 380 |
ગોંડલ | 71 | 341 |
જેતપુર | 71 | 301 |
વિસાવદર | 85 | 281 |
જસદણ | 250 | 251 |
તળાજા | 65 | 311 |
ધોરાજી | 35 | 241 |
અમરેલી | 180 | 350 |
મોરબી | 140 | 460 |
અમદાવાદ | 160 | 340 |
દાહોદ | 100 | 440 |
વડોદરા | 160 | 520 |
સોમવારના સફેદ ડુંગળીનાં ભાવ:-
માર્કેટ યાર્ડ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ભાવનગર | 150 | 241 |
મહુવા | 130 | 297 |
ગોંડલ | 111 | 211 |
તળાજા | 199 | 200 |
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો, અને FACEBOOK પેજને FOLLOW કરો.