રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જોકે, આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી.
હવામાન વિભાગે 27 ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જોકે, આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બે દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. જે બાદ ત્રીજાથી પાંચમા દિવસ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.
બે દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તે બાદના દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં વધારો થવાની શક્યતા છે. અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો