અત્યારના સમયમાં આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ બની ગયું છે કે જેનો ઉપયોગ સરકારી કામોથી લઈને પ્રાઇવેટ કામોમાં પણ થાય છે. નવું સિમકાર્ડ લેવાનું હોય કે બેંકનું ખાતું ખોલાવવાનુ હોય બધી જગ્યાએ આધાર કાર્ડ ની જરૂર પડે છે. ભારતમાં હાલ 90% લોકો પાસે આધાર કાર્ડ છે. ઘણા લોકો તથા યુવા વર્ગ અત્યારે એક કરતાં વધુ મોબાઈલ નંબર નો ઉપયોગ કરતા હોય છે એવામાં તેને ભુલાઈ જાય છે કે ક્યો નંબર આધાર સાથે લિંક છે. તો એવા લોકો માટે આ પોસ્ટ ઘણી મહત્વપુર્ણ સાબિત થશે.
આજે પણ ઘણા એવા લોકો છે જેને હજુ સુધી ખબર નથી કે તેના આધાર કાર્ડમાં ક્યો મોબાઈલ નંબર લિંક છે. એવામાં કમ્પ્યુટર કે મોબાઈલ થી તમારે કોઈ આધાર અપડેટ કરવું છે તો તેમાં ઘણી મુશ્કેલીઓ થાય છે. જો રજીસ્ટર મોબાઈલ નંબર વિશે જાણ હશે તો આધાર કાર્ડનાં ઘણા કામ ઘર બેઠા કરી શકો છો. તમને ખબર જ હશે કે મોટાભાગના કામ હાલ ઓનલાઈન થઈ ચૂક્યા છે. એવામાં તમારા આધાર કાર્ડમાં ક્યો મોબાઈલ નંબર રજીસ્ટર છે તે જાણ હોવી ખૂબ જ જરૂરી છે.
આધાર કાર્ડ માં મોબાઈલ નંબર ક્યો છે તે નીચેની પ્રોસેસ દ્વારા જાણી શકાય.
(1) સૌથી પહેલા UIDAI ની ઓફિસિયલ વેબસાઈટ ને તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર ની અંદર ઓપન કરો.
(2) હવે તમારે હોમપેજ માં My Aadhaar પર જવાનું રહેશે. ત્યાર પછી તમારે Aadhaar Services પર ક્લિક કરવાનું રહેશે.
(3) હવે ત્યાં તમારે Verify an Aadhaar number પર ક્લિક કરવાનું રહેશે.
(4) હવે તમારે જે આધાર કાર્ડ નો મોબાઈલ નંબર જાણવો છે તે આધાર નંબર એન્ટર કરી કેપછા કોડ દાખલ કરવાનો રહેશે.
(5) હવે 12 આંકડાનો આધાર નંબર નાખી Proceed To Verify પર ક્લિક કરવાનું રહેશે.
(6) આમ, તમારા આધાર કાર્ડમાં જે પણ નંબર હશે તેના છેલ્લા ત્રણ આંકડા મળી જશે. આ ત્રણ આંકડાઓ થી તમે અંદાજો લગાવી શકશો કે તમારા આધાર કાર્ડમાં ક્યો મોબાઈલ નંબર રજીસ્ટર હશે.
આ પણ વાંચો: LIC ની નવી કન્યાદાન પોલિસી યોજના: જેમાં મળે છે રૂપિયા ૨૭ લાખનો લાભ, જાણો યોજનાની સંપુર્ણ માહિતી
હવે તમને એમ થતું હશે કે મોબાઈલ નંબર નાં છેલ્લા ત્રણ આંકડા જ કેમ બતાવે છે પૂરો નંબર કેમ નથી બતાવતાં? તે એટલા માટે કે બીજો કોઈપણ વ્યક્તિ તમારા મોબાઈલ નંબર નો ગેર રીતે ઉપયોગ ન કરે. જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો ઘણા બધા કામ તમે ઘર બેઠા કરી શકો છો તેના માટે તમારે આધાર સેન્ટર જવાની જરૂર રહેશે નહિ.