23 December રાષ્ટ્રીય કિશાન દિવસ.
સૌપ્રથમ તો આપણા દેશના ખેડૂત મિત્રો ને ટીમ રખડેલ તરફથી રાષ્ટ્રીય કિસાન દિવસ ની હાર્દિક શુભકામનાઓ.
તો ચાલો હવે જાણીએ કે રાષ્ટ્રીય કિસાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?
આપણા દેશના પાંચમા પ્રધામંત્રી શ્રી ચૌધરી ચરણસિંહ હતા. જેણે પોતાનું જીવન ખેડૂતોના હિત માટે વ્યતિત કર્યું હતું. જેથી તેના જન્મદિવસ ને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
૨૯/૦૫/૧૯૯૦ ના રોજ ચૌધરી ચરણસિંહ ની યાદમાં એક રૂપિયાનો સ્ટેમ્પ બહાર પાડ્યો હતો. ભારત સરકારે ૨૦૦૧ થી દર વર્ષે ૨૩ ડિસેમ્બર ને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
ચૌધરી ચરણસિંહ વિશે જાણીએ તો તેનો જન્મ ૨૩ ડિસેમ્બર ૧૯૦૨ ના રોજ હાપુર ખાતે થયો હતો. તે પણ એક ખેડૂત ના દીકરા હોવાથી "ધરતી પુત્ર" તરીકે ઓળખવામાં આવે છે.લોકો તેને ખેડૂતો ના મસિહા તરીકે અને ખેડૂતોના નેતા તરીકે પણ જાણીતા હતા. તે ૨૮ જુલાઈ ૧૯૭૯ થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ સુધી પ્રધામંત્રી રહ્યા હતા.
૨૯ મે ૧૯૮૭ ના રોજ ન્યુ દિલ્હી ખાતે તેનું અવસાન થયું હતું. તેના સમાધિ સ્થળને "કિસાનઘાટ" તરીકે પણ ઓળખાય છે. તમે કૉમેન્ટ બોક્સ માં જણાવજો કે ગાંધીજી ના સમાધિ સ્થળને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જો રાષ્ટ્રીય કિસાન દિવસ ૨૩ ડિસેમ્બર એ ઉજવાઈ છે તો ૧૭ એપ્રિલ એ આંતરરાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે.
ખેડૂતોનો દિવસ ખેડૂત મિત્રો જાણે એટલા માટે આ માહિતીને બને એટલી શેર કરજો.