khissu

શું મેં મહિનામાં વાવાઝોડું આવશે? જુનમાં અરબી સમુદ્રમાં હલચલ? ગુજરાતમાં ચોમાસુ ક્યારે? જાણો પૂર્વાનુમાન

નમસ્કાર ખેડૂત મિત્રો, દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વેધર મોડલ મુજબ આજથી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થય ચૂકી છે. આવનાર એક થી બે દિવસમાં દક્ષિણ અંદમાન નિકોબાર ટાપુઓ ઉપર અને બંગાળની ખાડીમાં વિધિવત ચોમાસું બેસી જશે. ત્યાર પછી કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી થશે.

વાવાઝોડાની આગાહી? શું છે?
હાલમાં ગુજરાતના TV સમાચારોમાં વાવાઝોડાને લઈને ઘણાં સમાચારો ફરી રહ્યા છે. કે મેં મહિનામાં વાવાઝોડું આવશે. જ્યારે અંબાલાલ પટેલ દ્વારા અને રમણીક ભાઈ વામજા દ્વારા માત્ર ચક્રવાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ લોકોએ અને સોશિયલ મીડિયાએ એટલું ફેલાવયુ કે વાવાઝોડું આવશે. પરંતુ હકીકતમાં wether મોડલ મુજબ મે મહિનામાં કોઈ વાવાઝોડું બનશે પણ નઈ અને આવશે પણ નહીં, એટલે ડરવાની કોઈ જરૂર નથી.

જુન મહિનામાં વાવાઝોડું આવશે?
મે મહિનાના અંતના દિવસોમાં કોઈ વાવાઝોડું અરબી સમુદ્રમાં બનવાનું નથી, સાથે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં અરબી સમુદ્રમાં થોડી હલચલ બતાવી રહ્યા છે પરંતુ તે એક નાની સિસ્ટમ હોઈ શકે છે જે હાલમાં વાવાઝોડું કહી શકાય નહીં. જેમ જેમ દિવસો પસાર થશે તેમ આગળ વધારે માહિતી મળશે કે વાવાઝોડું બનશે કે ચોમાસાના પરિબળને વેગ આપે તેવી સિસ્ટમ બનશે.

ગુજરાતમાં આ વખતે ચોમાસુ એવરેજ તારીખ કરતા થોડું મોડું પહોંચી શકે છે. કેમકે ખગોળ શાસ્ત્રીઓ અને વેધર એનાલિસ્ટો દ્વારા ચોમાસુ શરૂ થવાની તારીખો 20 જૂન પછી આપવામાં આવી છે, અને કેરળમાં પણ ચોમાસુ ચાર દિવસ મોડું બેસવાનું છે જેમને કારણે ગુજરાતમાં ચોમાસુ થોડું મોડું પ્રવેશ કરી શકે છે.