વર્લ્ડ રેકોર્ડ: આ મહિલાએ આપ્યો એકસાથે 10 બાળકોને જન્મ, એક મહિનાની અંદર જ તૂટ્યો રેકોર્ડ

વર્લ્ડ રેકોર્ડ: આ મહિલાએ આપ્યો એકસાથે 10 બાળકોને જન્મ, એક મહિનાની અંદર જ તૂટ્યો રેકોર્ડ

દક્ષિણ આફ્રિકામાં આવેલા 9 પ્રાંતોમાનો એક પ્રાંત ગૌટેંગની એક મહિલાએ એકસાથે દસ બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હમણાં સુધી આ રેકોર્ડ માલિની હલીમાં સિસીના નામે હતો જેને ગયા મહિને નવ બાળકોને એક સાથે જન્મ આપ્યો હતો. એક સાથે સૌથી વધુ બાળકોને જન્મ આપનારી મહિલાનું નામ (Gosiame Thamara Sithole)  ગોસેમ થમારા સિથોલ છે. 37 વર્ષીય સીથોલે  પ્રિટોરિયા ની એક હોસ્પીટલમાં આ બાળકોને જન્મ આપ્યો છે. સિથોલે એ સાત છોકરા અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો છે. સિથોલ નુ કહેવું છે કે તેને કોઈપણ પ્રકારની ફર્ટિલાઇઝર ટ્રીટમેન્ટ નથી લીધી. પ્રિટોરિયા ન્યુઝ કહે છે કે તેણે ગર્ભાવસ્થાના 29 અઠવાડિયા પછી આ બાળકોને જન્મ આપ્યો છે.

સિથોલેના પતિ તેબોહો સોટેત્સીએ પ્રેટોરિયા ન્યૂઝને જણાવ્યું હતું કે તે ખૂબ જ ભાવુક છે અને તેની પત્નિ થી ખૂબ જ ખુશ છે. ખુશીના માર્યા તે કંઈ બોલી પણ નથી શકતા. જો કે તેમણે કહ્યું હતું કે કેટલાક રિવાજોને અનુસરવાના કારણે તેને આ સમાચાર પાછળ થી બહાર પાડ્યા હતા. તેબોહો સોટેત્સીએ જણાવ્યું હતું કે ડોક્ટરોએ અગાઉ સિથોલેની તપાસ દરમિયાન એવી શક્યતા કરી હતી કે તે એક સાથે 6 બાળકને જન્મ આપી શકે છે. પરંતુ તે પછીના સ્કેનમાં કઈક બીજું જ દેખાય આવ્યું હતું.

સીથોલેએ જણાવ્યું હતું કે તે પણ શરૂઆતમાં તેની ગર્ભાવસ્થાને લઈને ખૂબ જ હેરાન અને અસ્વસ્થ હતી. પાછળથી સીથોલે ને ટેવ પડી ગઈ. પછીથી તેને કોઈ દર્દ પણ નહોતો થતો. વધુમાં તેને કહ્યું હતું કે હું ભગવાનને પ્રાર્થના કરતી કે બાળકોનાં જન્મ સમયે ભગવાન મારી મદદ કરે અને બાળકોને સલામત અને સ્વસ્થ રાખે. બાળકોને જન્મ આપ્યા બાદ સીથોલે હવે ખૂબ જ ખુશ છે.

એક રિટેલ સ્ટોર મેનેજરે કહ્યું કે જ્યારે સિથોલ ને 10 બાળકો વિશે પહેલી વાર જાણ થઈ ત્યારે તેને લઈને ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ હતી. ભલે સીથોલનાં વધારે બાળકો હોય તો પણ બે કે ત્રણ જ હશે. તેનાથી વધુ નહિ. પણ જ્યારે સિથોલે ને સ્કેન કરી દેખાડવામાં આવ્યુ ત્યારે તેને વિશ્વાસ કર્યો કે તે 10 બાળકોને જન્મ આપશે. આ સાથે જ સિથોલેએ એકસાથે સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.