khissu

વાહ ભાઈ વાહ ! તડબૂચ જેટલું મોટું લીંબુ જોયું છે તમે ?

લીંબુ નો રંગ પીળો અથવા લીલો હોય છે. લીંબુ નો આકાર ચપટો ગોળ હોય છે. લીંબુ સ્વાદે ખાટા હોય છે. અરે આ શું નાના છોકરા પણ જાણતા હોય આ બધું તો... હવે જોવો... લીંબુ તડબૂચ જેટલા મોટા હોય છે.. લાગ્યો ને ઝટકો....


જી હા મિત્રો, હરિયાણા ના ખેડૂત વિજેન્દ્ર ભાઈ થોરિના ખેતરમાં તડબૂચ જેટલા મોટા લીંબુ નું વાવેતર કરવામાં આવ્યું છે. લોકો દૂર દૂર થી લીંબુ જોવા આવે છે. લીંબુ સાથે ફોટા પણ પાડે છે અને ઘરે પણ લઈ જાય છે. તડબૂચ જેટલા મોટા આ એક લીંબુ નું વજન  અઢી કિલો છે.


હરિયાણા ના હિસ્સારમાં રહેતા વિજેન્દ્ર ભાઈ થોરી તેના ખેતરમાં તડબૂચ જેટલા મોટા લીંબુનું વાવેતર કર્યું છે. ખરેખર તો તેમણે કિન્નાના છોડ નું વાવેતર કર્યું હતું અને તેમની વચ્ચે મોસમી તથા લીંબુ ના છોડ રોપ્યા હતા. વિજેન્દ્રભાઈ એ સંપૂર્ણપણે ઓર્ગેનીક ખેતી કરી હતી. ઓર્ગનીક ખાતરનો ઉપયોગ કરીને તેણે આ સફળતા મળી છે. હવે વિજેન્દ્રભાઈ ગીનીઝ બુક માટે અરજી કરશે.


લોકોના કહેવા મુજબ વિજેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરી આ સફળતા મેળવી છે. ઘણા નિષ્ણાંતો પણ લીંબુ ની આ જાતને ઓળખી શક્યા ન હતા.