Top Stories
YES Bank લોન્ચ કરશે નવી એપ! ડેવલપ માટે માઇક્રોસોફ્ટ સાથે થશે ડીલ, ગ્રાહકોની સુવિધામાં થશે વધારો

YES Bank લોન્ચ કરશે નવી એપ! ડેવલપ માટે માઇક્રોસોફ્ટ સાથે થશે ડીલ, ગ્રાહકોની સુવિધામાં થશે વધારો

યસ બેંકે તેની નેક્સ્ટ જનરેશન મોબાઇલ એપ્લિકેશન વિકસાવવા માટે માઇક્રોસોફ્ટ સાથે જોડાણ કર્યું છે. યસ બેંક તેની મોબાઇલ એપ્લિકેશન વિકસાવવા માટે માઇક્રોસોફ્ટના Azure પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. આના દ્વારા ગ્રાહકોને સામાન્ય બેંકિંગ કામગીરી ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ, શોપિંગ, રિવોર્ડ્સ, અન્ય ઓફર્સ તેમજ કસ્ટમાઈઝ્ડ ડેશબોર્ડ ઓફર કરવામાં આવશે. યસ બેંકની એપ માઇક્રોસોફ્ટના એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ક્લાઉડ પ્લેટફોર્મ પર ચાલશે. ઉપરાંત, તે યસ બેંકને એક સામાન્ય પ્લેટફોર્મ પર વેપારીઓ અને ઇકોસિસ્ટમ ભાગીદારોને જોડીને સેવાઓ વધારવામાં મદદ કરશે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, માત્ર 3 મહિનામાં બમણા થઈ જશે તમારા પૈસા

આ સુવિધાઓ કોમન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે
આના દ્વારા યસ બેંક તેના ગ્રાહકોને લોન, પેમેન્ટ, ડિપોઝીટ, રોકાણ, કાર્ડ વગેરે અન્ય સેવાઓ પણ પૂરી પાડી શકશે.

યસ બેન્કના MD અને CEO પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, “અમે વિભિન્ન બેન્કિંગ અનુભવો આપવા માટે ટેક્નોલોજીના ઉપયોગમાં અગ્રણી રહ્યા છીએ. માઈક્રોસોફ્ટ સાથેની અમારી ભાગીદારી ગ્રાહકોને એક એવી એપ પ્રદાન કરવાનો પ્રયાસ કરશે જે સામાન્ય પ્લેટફોર્મ પર વ્યવહાર તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે સરળ બનાવે.

ગ્રાહકોને નવો અનુભવ મળશે
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અનંત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “અમે યસ બેન્ક સાથે તેમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રયાસોમાં ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. Microsoft Azure યસ બેંકને વધુ સુરક્ષિત બનાવશે અને એક આર્કિટેક્ચર પ્રદાન કરશે જે તેના ગ્રાહકોને નવો અનુભવ પહોંચાડવાનું સરળ બનાવશે.

આ પણ વાંચો: ICICI બેંકે કર્યો FDના વ્યાજદરમાં વધારો, નવા વર્ષે પોતાના ગ્રાહકોને આપી શાનદાર ભેટ

યસ બેંકે FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે
યસ બેંકે તાજેતરમાં રૂ. 2 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ માટે વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકની વેબસાઈટ અનુસાર, નવા દરો આજથી એટલે કે 3 જાન્યુઆરી, 2023થી લાગુ થઈ ગયા છે. નવા દરો અનુસાર, હવે સામાન્ય રોકાણકારોને 7 દિવસથી 120 મહિનાની એફડી પર 3.25 ટકાથી લઈને 7 ટકા સુધીનું વ્યાજ મળશે. જ્યારે, વરિષ્ઠ નાગરિકોને સમાન સમયગાળાની એફડી પર 3.75% થી 7.75% વળતર મળશે.