તમને અગાઉ જણાવવામાં આવ્યું હતું તે જ પ્રમાણે એરંડાના ભાવ ઘટયા હતા. એરંડાના ભાવ ગયા અઠવાડિયામાં મણે રૂ. ૨૦ થી ૨૫ ઘટીને ગુજરાતના માર્કેટ યાર્ડોમાં એવરેજ રૂ. ૧૦૧૫ થી ૧૦૨૦ બોલાતા હતા. છેલ્લા એક મહિનાથી લોકડાઉનને પગલે માર્કેટયાર્ડો બંધ હોવા છતાં ગુજરાતની મિલોને રોજની એક લાખ ગુણી એરંડા મળતાં હતા. મજૂરોના અભાવે મિલો તેની પૂરી ક્ષમતાથી ચાલી શકી નથી આથી તમામ મિલોના ગોડાઉનમાં ઓછામાં ઓછાં એક થી દોઢ મહિના સુધી મિલો ચાલી શકે તેટલો એરંડાનો સ્ટોક પડેલો છે.
ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડો ખુલી ગયા છે. હવે આ અઠવાડિયામાં તમામ માર્કેટ યાર્ડોમાં એરંડાની આવક મોટા પ્રમાણમાં દેખાશે. જો માર્કેટ યાર્ડોમાં એરંડાની આવક એક લાખ ગુણી ઉપર જોવા મળશે તો માર્કેટ યાર્ડોમાં એરંડાના ભાવ ઘટીને રૂ. ૯૫૦ થતાં વાર નહીં લાગે કારણ કે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટી રહ્યા છે. એરંડાને ખાદ્યતેલોની તેજીનો ટેકો મળતો બંધ થયો છે કારણ કે રાયડા સોયાબીનમાં તેજી પાછી ફરી છે, એક માત્ર ગવારના ભાવ હાલ વધી રહ્યા છે પણ તેનો ટેકો કેટલો મળશે? તે હજી નક્કી નથી. આ સંજોગોમાં એરંડાના ભાવમાં હવે તેજી થવાની શક્યતા દેખાતી નથી, તેથી હાલ એરંડાના ભાવ ધીમે ધીમે ઘટશે.
આ પણ વાંચો: જાણો આજના માર્કેટ યાર્ડના ભાવો: માર્કેટિંગ યાર્ડમાં પાક લઇ જતા પહેલા જાણો આ ખાસ નોટીસ, ૧૦૦% ફાયદો
ચોમાસાની સ્થિતિ સ્પષ્ટ થયા બાદ અને વાવેતરના આંકડા આવવાના શરૂ થયા બાદ એરંડામાં નવો સુધારો આવશે ત્યાં સુધી એરંડાના ભાવ સતત ઘસાતા રહેવાની ધારણા છે. જો કે માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂ. ૯૫૦ થી વધુ ઘટી જાય તેવી પણ શક્યતા નથી. આ વર્ષે એરંડાનું ઉત્પાદન ઓછું થયું છે અને દિવેલની નિકાસ પણ વધી છે તેથી એરંડાના ભાવ ત્રણ-ચાર મહિના પછી વધે તેવી ધારણાઓ ચાલી રહી છે. જે ખેડુતો એરડાનો સ્ટોક કરી શકે તેમ હોય તેણે સ્ટોક રાખી મુકવામાં ફાયદો છે કારણ કે ત્રણ-ચાર મહિના પછી એરંડાના ભાવમાં તેજી આવે તેવી શક્યતાઓ છે. હાલ ખેડુતોએ 60 ટકા જેટલો એરંડાનો પાક વહેંચી નાખવો જોઈએ અને બાકી રહેલો 40 ટકા પાક દિવાળી સુધી સાચવી રાખવો અને તેજી સર્જાય ત્યારે વેંચવામાં ફાયદો થશે. જે ખેડુતો એરંડાનો સ્ટોક કરી શકે તેમ નથી તેમણે અત્યારે જ વહેંચી દેવો જોઈએ કારણ કે હાલ જે ભાવ ચાલે છે તે ભાવ ઘટવાની શક્યતાઓ છે.
તા. ૨૨/૦૫/૨૦૨૧ ને શનિવારના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો મોટા ભાગના માર્કેટ યાર્ડોમાં એરંડાના ભાવ રૂ. ૧૦૦૦ થી ઉપર બોલાય રહ્યાં છે. તા. ૨૨/૦૫/૨૦૨૧ ને શનિવારના રોજ એરંડાનો સૌથી ઉંચો ભાવ વિજાપુર માર્કેટ યાર્ડમાં રૂ. ૧૦૨૩ બોલાયો હતો તેમજ એરંડાના પાકની સૌથી વધુ આવક પાટણ માર્કેટ યાર્ડમાં ૧૪ હજાર ગુણીની થઈ હતી, તેની સાથો સાથ ભાભર માર્કેટ યાર્ડમાં ૬૭૯૫ ગુણી, હારીજ માર્કેટ યાર્ડમાં ૯ હજાર ગુણી તેમજ સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં ૪૭૭૯ ગુણીના વેપારો થયા હતા.
તા. ૨૨/૦૫/૨૦૨૧ ને શનિવારના એરંડાના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 900 | 991 |
ગોંડલ | 800 | 981 |
જામનગર | 850 | 984 |
કાલાવાડ | 900 | 953 |
ભચાઉ | 990 | 1002 |
ડિસા | 993 | 1003 |
ભાભર | 985 | 996 |
પાટણ | 975 | 1013 |
ધાનેરા | 980 | 1001 |
મહેસાણા | 981 | 1005 |
વિજાપુર | 985 | 1023 |
હારીજ | 975 | 990 |
માણસા | 960 | 1005 |
વિસનગર | 955 | 1001 |
પાલનપુર | 985 | 1006 |
દીયોદર | 990 | 1003 |
કલોલ | 996 | 1000 |
સિધ્ધપુર | 962 | 1014 |
હિંમતનગર | 980 | 1010 |
કુકરવાડા | 985 | 1005 |
વડગામ | 980 | 997 |
કપડગંજ | 1011 | 1015 |
ઉનાવા | 971 | 1000 |