શક્તિ વાવાઝોડાની શક્તિ નબળી પડી, જૂના અને જાણીતા રમણીકભાઈ વામજાની આગાહીથી ખેડૂતોમાં હાશકારો

શક્તિ વાવાઝોડાની શક્તિ નબળી પડી, જૂના અને જાણીતા રમણીકભાઈ વામજાની આગાહીથી ખેડૂતોમાં હાશકારો

અરબી સમુદ્રમાં 'શક્તિ' વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ખતરો ઉભો થયો છે. જોકે, આ મુદ્દે સૌથી રાહતના સમાચાર દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ આપ્યા છે. તેમના અનુસાર આજથી બે દિવસ પૂર્વે વાવાઝોડાની જે શક્યતા ઊભી થઈ હતી, તે બિલકુલ નહિવત જોવા મળશે. વધુમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની શક્યતા એકદમ નહીવત હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો છે.

 

શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી :બે દિવસ પૂર્વે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં શક્તિ વાવાઝોડું ત્રાટકી શકે તેવી સંભાવના અને શક્યતા ઊભી થઈ હતી. જોકે, પાછલા 32 વર્ષથી દેશી વરસાદ વિજ્ઞાન મંડળના સભ્ય તરીકે કામ કરતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ શક્તિ વાવાઝોડાને લઈને પોતાનું પુર્વાનુમાન વ્યક્ત કર્યું છે. રમણીકભાઈ વામજાના મત અનુસાર આજથી બે દિવસ પૂર્વે શક્તિ વાવાઝોડાને લઈને જે શક્યતા ઊભી થઈ હતી, તે હવે ધીમે ધીમે નહીંવત બનવા તરફ આગળ વધતી જોવા મળી શકે છે

 

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાનો ખતરો સૌથી નહિવત હોવાની વાતનો પણ તેમણે સ્વીકાર કર્યો છે. આ દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. કુદરતમાંથી મળતા સંકેત અને ગ્રહ દશાને આધારે આ પ્રકારની સ્થિતિનું રમણીકભાઈ વામજાએ વર્ણન કર્યું છે. આ સંકેત અનુસાર પાછલા 32 વર્ષથી ઋતુ આધારિત વરસાદ, ઠંડી અને ગરમીનું અનુમાન રમણીકભાઈ વામજા લગાવી રહ્યા છે.

 

પવનની દિશા બદલવાથી શક્યતા નહિવત

 

કુદરતમાંથી મળતા સંકેત અને ગ્રહ દશાને આધારે પવનની દિશા બદલાતા હવે શક્તિ વાવાઝોડાનો ખતરો પણ દૂર થયો છે. વધુમાં વાવાઝોડું શરૂ થાય તે પૂર્વે દરિયાઈ વિસ્તારમાં અવકાશી વીજળીનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતું હોય છે, જે વાવાઝોડા પૂર્વેની પરિસ્થિતિનું આકલન કરે છે. પરંતુ પાછલા બે-ત્રણ દિવસથી દરિયાઈ વિસ્તારમાં ક્યાંય પણ અવકાશી વીજળી જોવા મળી નથી. વાવાઝોડાની જે સ્થિતિ કુદરતી રીતે ઉભી થાય છે, તે પ્રકારની સ્થિતિ દરિયાઈ વિસ્તારમાં કે આસપાસ અવકાશીય ક્ષેત્રમાં જોવા મળતી નથી. જેથી શક્તિ વાવાઝોડાનો ખતરો એકદમ નહીવત બન્યો છે.