અંબાલાલ પટેલની આગાહીથી ખળભળાટ, ગુજરાત પર વધુ એક માવઠાનો માર, લગનગાળો બગાડશે વરસાદ

અંબાલાલ પટેલની આગાહીથી ખળભળાટ, ગુજરાત પર વધુ એક માવઠાનો માર, લગનગાળો બગાડશે વરસાદ

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અત્યારે હાલ સવારમાં ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ તારીખ 14 બાદ લઘુતમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતા રેહશે. મહત્તમ ઉષ્ણતામાન 30 -31 ડિગ્રી સેલ્સિયસ રહેશે શક્યતા રહેશે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય ટટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

 

હજુ તો કારતક મહિનામાં પડેલા કમોસમી વરસાદની થપાટથી ખેડૂતો બેઠા નથી થયા, ત્યાં વધુ એક માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. સાથે એક પશ્ચિમી વિક્ષેપ પણ આવી શકે છે. જેના કારણે 20 નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એટલું જ નહીં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

 

હજુ તો કારતક મહિનામાં પડેલા કમોસમી વરસાદની થપાટથી ખેડૂતો બેઠા નથી થયા, ત્યાં વધુ એક માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. સાથે એક પશ્ચિમી વિક્ષેપ પણ આવી શકે છે. જેના કારણે 20 નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એટલું જ નહીં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે

 

18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. ડિસેમ્બરમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે છે. લા નીનોના સંકેતો સાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થતા 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે.