ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત અનેક એવા જિલ્લાઓ પણ છે જ્યાં હજી લોકો સારા વરસાદની રાહ જોઇને બેઠા છે. આ વિસ્તારના લોકોને વરસાદ પડશે જે નહીં એવો સવાલ જ સતાવતો હોય છે. ત્યારે આ દરમિયાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, આજે ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઓફશોર ટ્રફના કારણે 30 જુલાઈ સુધીમાં દક્ષિણ - મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. જેમાં વડોદરા, છોટાદેપુર, ડાંગ, પંચમહાલમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વખતનું વહન અમદાવાદ અને ગાંધીનગર સહીત અન્ય ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગરવિસ્તારમાં સારા વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે આજની આગાહીમાં એમ પણ જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બની છે. આ બોરો સર્ક્યુલેશન મધ્યપ્રદેશથી ગુજરાત બાજુ એક - બે દિવસમાં આવશે. જેથી 28 થી 30 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની શક્યતા છે.