khissu

ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે

ખેડૂતો માટે સફેદ સોનું કહેવાતો કપાસ, ફરી ચમકવાની તૈયારી માં છે. કારણ કે અત્યારે વિદેશમાં નિકાસ થતાં કપાસની માંગ વધી છે. કારણકે ચીન અત્યારે મબલખ ખરીદી કરી રહ્યું છે. જેને પગલે કપાસની બજારમાં તેજી આવવાની છે.

એવામાં થોડા મહિના પહેલા એટલે કે ગયા મહિનાઓમાં જે મિલો 30 ટકા જ પ્રોડક્શન કરતી હતી, તે હવે અત્યારે રત દિવસ એક કરીને 90 ટકા પ્રોડક્શન કરવા લાગી છે. એક બાજુ ચીનમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે તેમ છતાં ભારત પાસેથી કોટન યાર્ડ ખરીદી રહ્યું છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવનો સર્વે: આ તારીખથી આવશે તેજી; જાણો નિષ્ણાત માહિતી અને જવાબદાર કારણો

જેથી ગુજરાતની મિલોને ક્ષમતાના 90 ટકા સુધી ઊપયોગ કરવા મદદ મળી છે. ચીને ડિસેમ્બરમાં ભારતમાંથી 50 લાખ કિલો કોટન યાર્નનો ઓર્ડર આપ્યો હતો. એકંદરે, કપાસના ઘટતા ભાવ સાથે વૈશ્વિક અને સ્થાનિક માંગ ઓછી રહી છે, પરંતુ ચીનના ઓર્ડરથી ભારતીય ટેક્સટાઇલ સેક્ટરમાં આશાવાદ આવ્યો છે.

ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે, "કોવિડથી પ્રભાવિત ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં, ચીને ભારતીય કોટન યાર્નમાંથી 50 લાખ કિલો - 20 ટનના 250 કન્ટેનર ખરીદ્યા છે. ભારતીય કોટન યાર્નની કિંમત ઘટાડો થઈને રૂ 250 પ્રતિ કિલો થઇ છે.કપાસના ભાવમાં ઘટાડાને પગલે ચીન આ મહિને ભારતીય કપાસના સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે."

આ પણ વાંચો: જાણો કયા બોલાયો મગફળીનો 1722 રૂપિયા ભાવ ? તેમજ સર્વે

છેલ્લા છ મહિનાથી કોટન યાર્નની માંગ ઓછી હતી 
આંતરરાષ્ટ્રીય બજારોની સરખામણીમાં કપાસના ઊંચા ભાવને કારણે, ગુજરાત સ્થિત સ્પિનિંગ મિલોએ છેલ્લા છ મહિનામાં નીરસ તબક્કો જોયો હતો, અને મોટાભાગની મિલો લગભગ 30% ક્ષમતા પર ચાલી રહી હતી. નવરાત્રિ અને દિવાળી પછી પણ માંગ ઓછી રહી હતી પરંતુ હવે ચીનની માંગમાં ઉછાળાથી બજારમાં વિશ્વાસ આવ્યો છે.

15 જાન્યુઆરી બાદ સ્થાનિક માંગમાં પણ વધારો થશે
નિષ્ણાતો માને છે કે અત્યારે ગુજરાતના સ્પીનિંગ મિલો ચીનના ઓર્ડરના કારણે જ પ્રોડક્શન કરી રહ્યા છે. સ્થાનિક માંગ અત્યારે ખૂબ ઓછી છે. પણ હવે 15 જાન્યુઆરી પછી ચિંતા નથી. ત્યારબાદ જો ચીનની માંગ ઘટે તો પણ કોઈ સમસ્યા નહિ રહે. કારણકે 15 જાન્યુઆરી બાદ સ્થાનિક માંગ નીકળશે.

આ પણ વાંચો: ડુંગળીનાં ભાવમાં વધારો ઝીંકાયો: જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ

આ પણ વાંચો: મગફળીના ભાવમાં જોરદાર તેજી, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ધીમી ગતિએ સુધારો આવ્યો, જાણો આજનાં (31/12/2022) કપાસનાં ભાવ