ડુંગળીની બજારમાં ભાવ ઊંચી સપાટીથી સરેરાશ મણે રૂ.૨૫થી ૩૦ ઘટ્યાં હતાં. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં સરેરાશ લેવાલી કેવી રહે છેતેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. વર્તમાન સંજોગોમાં ડુંગળીની આવકો ગોંડલ અને મહુવામાં વધી રહી છે અને સામે ઘરાકી મર્યાદીત છે. બજારમાં આગળ ઉપર મિશ્ર માહોલ જોવા મળી શકે છે.
આ પણ વાંચો:કપાસનાં ભાવમાં ધીમી ગતિએ સુધારો આવ્યો, જાણો આજનાં (31/12/2022) કપાસનાં ભાવ
ગોંડલમાં ડુંગળીની ૪૧ હજાર બોરીની આવક હતી અને ભાવ લાલમાં રૂ.૫૧થી ૩૦૧નાં હતાં. સફેદની ૨૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૪૬થી ૨૫૧નાં હતાં.મહુવામાં લાલ ડુંગળીની ૪૧ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૨૯૨નાં હતાં. જ્યારે સફેદમાં ૧૧ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૨૫૯નાં હતાં.
રાજકોટમાં ડુંગળીની ૬૬૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૯૦થી ૨૮૧નાં હતાં. રાજકોટમાં ડુંગળીનાં ભાવ ગઈકાલની તુલનાએ સારી ક્વોલિટીમાં રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં જોરદાર તેજી, જાણો આજનાં મગફળીના બજાર ભાવ
લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):
તા. 30/12/2022 શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 90 | 281 |
મહુવા | 100 | 292 |
ભાવનગર | 100 | 331 |
ગોંડલ | 51 | 301 |
જેતપુર | 101 | 266 |
વિસાવદર | 55 | 221 |
ધોરાજી | 60 | 281 |
અમરેલી | 100 | 330 |
મોરબી | 100 | 340 |
દાહોદ | 200 | 400 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):
તા. 30/12/2022 શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 155 | 211 |
મહુવા | 100 | 259 |
ગોંડલ | 146 | 251 |