ડુંગળીના ભાવનો સર્વે: આ તારીખથી આવશે તેજી; જાણો નિષ્ણાત માહિતી અને જવાબદાર કારણો

ડુંગળીના ભાવનો સર્વે: આ તારીખથી આવશે તેજી; જાણો નિષ્ણાત માહિતી અને જવાબદાર કારણો

નવી ડુંગળીની આવકો શરૂ થતા ભાવમાં ઉછાળો આવી ભાવ ઘટાડો નોંધાયો છે. ગ્યા અઠવાડિયે ડુંગળીના ભાવ 400 ની સપાટીએ પહોંચી ગયા હતા ત્યાર પછી માર્કેટ યાર્ડમાં નવી-વધારે ડુંગળીની આવકો શરૂ થતાં ભાવો ₹300 ની સપાટી પહોંચી ગ્યા છે. જોકે છેલ્લા ચાર પાંચ દિવસથી ડુંગળીના ભાવમાં થોડીક સ્થિરતા જળવાય છે અને ભાવમાં ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે. 2022 નાં છેલ્લા દિવસે મહુવામાં લાલ ડુંગળીનો ઊંચો ભાવ 320 અને સફેદ ડુંગળીનો ઊંચો ભાવ 264 નોંધાયો હતો.

ડુંગળીમાં મંદી અટકશે! સરકાર 25000 ટન ડુંગળી ખરીદશે:- ડુંગળીની નવી આવકો શરૂ થતા ભાવો તૂટ્યા છે તેમાં હવે થોડી રાહત મળે તેવી સંભાવના છે, કેમકે કેન્દ્ર સરકાર નવા વર્ષે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ માંથી ખરીફ સીઝનની લાલ કાંદાની 25000 ટન ડુંગળીની ખરીદી કરશે. જેમને કારણે ભાવની અંદર થોડો સુધારો થવાની સંભાવના છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર જાન્યુઆરી મહિનાથી ડુંગળીની ખરીદી ખરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે

15 જાન્યુઆરી પછી એક મહિનો ભાવમાં કરંટ રહેવાની ધારણા:- ગોંડલ યાર્ડમાં ડુંગળીના વ્યાપાર સાથે સંકળાયેલ જયદીપભાઇનું કહેવું છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહથી એટલે કે 15 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 15 સુધી (એક મહિનો) બજારમાં ડુંગળીનો ખાચો પડતા બજારમાં પૂરતો કરંટ દેખાવાની ધારણા છે.

જાન્યુઆરી મહિનામાં સારા ભાવ મળવાની સંભાવના કારણો?
ડુંગળી પકવતા ખેડૂતો માટે ખુશખબર મીડિયા રિપોર્ટ અનુસાર;ડુંગળી ના ભાવ મા તેંજી આવવાની પુરી શક્યતા છે. કારણ કે ઉત્તર ભારતમાં ઠંડી વઘવાથી, જુની ડુંગળીનો સ્ટોક માર્કેટમાં ઓછો આપવવાથી, ભારતની ડુંગળીની બાંગ્લાદેશ, દુબઇ વગેરે દેશોમાં માંગ વધવાથી, મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતના રાજ્યોમાં નવી ડુંગળીનું ઉત્પાદન ઓછું આવવાથી, નાફેડ હવે તા.01/01/2023 થી જુની ડુંગળી માર્કેટમાં નહીં ઉતારે જેમને કારણે, અને નાસણગાવ, ઇન્દોર, ખેરસર, આજાદપુર, અજમેર, નાશીક, વગેરે માર્કેટમાં નવી ડુંગળીની આવક ઓછી થવાથી માર્કેટમાં  ડુંગળીના ભાવ 400+ બોલાય તેવી ધારણા છે. આ રિપોર્ટ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે તે માટે માહિતી શેર કરો.

આ પણ વાંચો: જાણો કયા બોલાયો મગફળીનો 1722 રૂપિયા ભાવ ? તેમજ સર્વે