મોબાઈલ ઉપરાંત ટેબ્લેટને હવે તમે પહેરેલા કપડાથી જ ચાર્જ કરી શકશો- શું ખરેખર એવું શક્ય છે !

મોબાઈલ ઉપરાંત ટેબ્લેટને હવે તમે પહેરેલા કપડાથી જ ચાર્જ કરી શકશો- શું ખરેખર એવું શક્ય છે !

આપણી હાલની પેઢીમાં મોબાઈલ એક મહત્વનું સાધન બની ગયું છે. મોબાઈલ વગર જીવન અશક્ય છે પરંતુ મોબાઈલ નું જીવન ટકાવી રાખવા માટે તેને ચાર્જ કરતાં રહેવું પડે છે.
તમે મુસાફરી દરમિયાન મોબાઇલ ચાર્જ કરવા પાવર બેંક વાપરતા જ હૉઉ છો પરંતુ એક શોધ મુજબ મોબાઈલ ઉપરાંત ટેબ્લેટને હવે તમે પહેરેલા કપડા થી પણ ચાર્જ કરી શકશો. તેના શર્ટના ખિસ્સામાં એક નાની સોલાર પેનલ લગાડેલી હોય છે જેથી તમે મોબાઇલ ખિસ્સામાં મુકતા ચાર્જ થવા લાગશે.
"નોટિંગ્ધમ ટ્રસેન્ટ યુનિવર્સિટી" ના વૈજ્ઞાનિકોએ આ મહત્વની શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ તેની વિશેષતા જણાવતા કહ્યું કે આ યંત્રને એક મોબાઇલ ફોન ચાર્જ કરવા ૨૦૦૦ પેનલની જરૂર પડશે અને મોબાઈલ ફોન ચાર્જિંગ દરમિયાન વ્યક્તિને કોઈપણ પ્રકારનો અહેસાસ પણ નહીં થાય.
ખાસ પ્રકારની આ ચિપને રેજીનથી કવર કરવામાં આવી છે. જેથી ચિપ તમારા કપડામાં હોય તો પણ તમે કપડાં ધોઈ શકશો.