khissu

2 મોટી આગાહી, વાવાઝોડાં સાથે વરસાદની આગાહી જાણો કયા?

સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ફૂલ 69 ટકા વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 10 થી 15 દિવસમાં રાજ્યમાં સારો વરસાદ જોવા મળ્યો છે. બીજી બાજુ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જો કે આવતીકાલે રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેકટર ડૉ. મનોરમાં મોહિંતી એ જણાવ્યુ છે કે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: હળવા વરસાદની વચ્ચે આવ્યા સારા સમાચાર: આ તારીખથી ભારે વરસાદ રાઉંડ શરૂ: જાણો ક્યારે?

27 જુલાઈએ રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ વરસી શકે છે. બાકીના સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ મધ્ય રાજસ્થાનમાં એક સરક્યુંલેશન સર્જાયું છે. જેને પગલે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

જો કે 28 જુલાઈથી વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે. અને 29 જુલાઈથી વરસાદના પ્રમાણમાં વધારે ધટાડો નોંધાશે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદનો યોગ રહેશે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ, માત્ર એક જ વાર રોકાણ કરી, દર મહિને મેળવો જબરૂ વળતર

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક અઠવાડીયા બાદ સમગ્ર દેશમાં ચોમાસુ ફરી સક્રીય થશે.તેને આગાહી કરતાં જણાવ્યું છે કે 2જી ઓગસ્ટ થી લઈને 4 ઓગસ્ટ સુધી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.