khissu.com@gmail.com

khissu

કામની વાત / ખેડૂતો માટે ઉપયોગી 5 બેસ્ટ એપ્લિકેશન, જાણો માહિતી વિગતવાર...

ખેતીમાં આપણે હળ અને બળદ સિવાય ટ્રેકટરો અને અન્ય આધુનિક મશીનોનો ઉપયોગ કરતા થયા છીએ. પરંતુ હવે ટેકનોલોજી ખૂબ ઝડપથી બદલાઇ રહી છે. જેના વિના કોઈ ખેડૂત ખેતી કરી શકશે નહિ. તેથી મોદી સરકારે ડિજીટલ ઇન્ડિયાની મદદથી ખેડૂતોનો માર્ગ સરળ બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. જેથી ખેડૂતો મોબાઈલ પરની તમામ માહિતી એક જ ક્લિકમાં મેળવી શકે. આ માટે એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એન્ડ્રોઇડ મોબાઇલ ગામડાંના ઘરે ઘરે પહોંચી ગયા છે. જેના કારણે મોબાઈલનાં માધ્યમથી ખેડૂતો ઘરે બેઠાં બેઠાં બિયારણ, માર્કેટ યાર્ડનાં ભાવ તેમજ યોજનાઓની માહિતી મેળવી રહ્યા છે. આજે અમે ખેડૂતો માટે બનાવેલી પાંચ આવી એપ્સ વિશે માહિતી આપીશું. જે ખેતીમાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. 

કિસાન સુવિધા એપ:- આ એપ્લીકેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2016 માં શરૂ કરી હતી. આ એપ્સ વર્તમાન મોસમની જાણકારી આપે છે તથા આગળના પાંચ દિવસ માટે પૂર્વ અનુમાન નજીકના શહેરમાં વસ્તુઓ અને ઉત્પાદનના બજારભાવ, ખાતર, બીયારણ, મશીનરી વગેરેની માહિતી આપે છે. આ એપ્લીકેશન અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હોવાથી તેની ઉપયોગિતા વધી જાય છે. આ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના:- આ એપ્લીકેશન ભારત સરકારના કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડુતોને નકકી કરેલા પાકો માટે વીમા પ્રિમીયમ ગણતરી કરવામાં મદદ કરે છે. સાથો સાથ ખેડૂતોના પાકો અને વિસ્તરણની જાણકારી, પ્રિમીયમ ભરવાની છેલ્લી તારીખ તથા વીમા કંપની સાથે સંપર્ક કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કોઈપણ નોટીફાઈડ કરેલ વિસ્તારમાં સુચિત પાકની સામાન્ય વીમા રકમ, વિસ્તાર પ્રમાણે વીમા રકમ, વીમા પ્રિમીયમની વિસ્તૃત માહિતી અને વીમા પર સબસીડીની જાણકારી માટે પણ કરવામાં આવે છે. આ એપ્લીકેશન તેના વેબ પોર્ટલ સાથે જોડાયેલી છે જેમાં ખેડુતો રાજય વીમા કંપની અને બેંક સહિતના બધા જ ફીચર્સ સમાવેશ કર્યો છે. આ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

વોટ્સ એપ:- આ એેપ્સ મોટા પ્રમાણમાં ખેડુતોના સમુદાય ને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. કેટલાક રાજયોના કૃષિ વિભાગ દ્વારા આ સાર્વજનીક પ્લેટફોર્મનો ઉપયોગ પ્રગતિશીલ ખેડુતોનો ગ્રૂપ બનાવવા માટે કર્યો છે. આ એેપ્સ થી ખેડુતો એકબીજા સાથે આધુનિક ખેતી તથા ખેતી વિષયક અગત્યની જાણકારીઓની આપ લે કરી શકે છે.

એગ્રો સ્ટાર એપ:- આ એક ખુબજ આકર્ષિત સમાધાન આધારીત દ્રષ્ટિકોણ ધરાવતી એપ્સ છે, જયાં ખેડુત જુદા જુદા પ્રકારના ગુણવત્તાવાળા ખેત ઉત્પાદકો જેવા કે બીયારણ, દવા, ખાતર તથા ખેતીના સાધનો વગેરે સારામાં સારી કંપનીનાં સાધનો ઘર બેઠા ઓર્ડર કરી શકે છે. આ એપ નીચે આપેલી લિંકની મદદથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

આઈ ખેડૂત પોર્ટલ:- ગુજરાત રાજયના ખેડૂતોને ખેતી માટે જરુર પાડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે તેમજ અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘર આંગણે સરળતાથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદા જુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે.