ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 દિવસનો વરસાદ ખેડૂતો માટે 'સોના સમાન' છે. જોકે, તેમણે ચેતવણી આપી છે કે 29 થી 31 ઓગસ્ટ સુધીનો વરસાદ પાક માટે સારો નહીં હોય.
હવે, જો વરસાદ રોકાઈને 'વરાપ' નીકળે, તો પાકને સૂર્યપ્રકાશ મળશે અને તેનો સારો વિકાસ થશે. અંબાલાલ પટેલે એક મહત્વની ચેતવણી પણ આપી છે. તેમના મતે, આગામી 15 દિવસ સુધીનો વરસાદ પાક માટે 'સોના સમાન' છે, પરંતુ 29 થી 31 ઓગસ્ટ સુધી પડનારો વરસાદ ખેતી માટે સારો નહીં હોય. આ દિવસો દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન કરી શકે છે. આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
17 અને 18 ઓગસ્ટે નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જયારે 19 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે.
19 ઓગસ્ટે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં અનરાધાર વરસાદ વરસી શકે છે, તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ
હાલ વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ 5 મી સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતમાં વિરામ બાદ હવે ફરીથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં સાતમ-આઠમના તહેવાર વચ્ચે વરસાદની શક્યતા વધી ગઈ છે. રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં 17થી 20 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.