કહેવાય છે કે, સખત મહેનતનો કોઇ વિકલ્પ નથી અને આ મહેનતથી ખેડૂતો પૂરેપૂરાં વાકેફ છે. આપણે સૌ જાણીએ છીએ કે ખેતી કરવી એ ખૂબ જ મહેનતવાળું અને મુશ્કેલ કાર્ય છે પરંતુ, જો તમે સમજદારીપૂર્વક કરવામાં આવતી મહેનત અને ટેક્નોલોજીનો ઉપયોગ કરો તો ખેતીમાં કોઈ નુકસાન નથી.
આ વાત છે એક એવા ખેડૂતની કે જેમણે માત્ર પપૈયાની ખેતી કરીને લાખોની કમાણી કરી છે. તેનું નામ છે અછૈબર સિંહ. પપૈયાની ખેતીએ માત્ર અછૈબર સિંહનું નસીબ જ બદલ્યું ન હતું, પરંતુ પપૈયાનું સારા એવાં પ્રમાણમાં ઉત્પાદન કરીને તેઓ જિલ્લાના નંબર વન ખેડૂત પણ બન્યા હતા. તેઓએ એક હેક્ટરમાં 800 ક્વિન્ટલ જેટલા પપૈયાનું ઉત્પાદન કર્યુ હતું, અને એક વર્ષમાં સાત લાખ રૂપિયા જેટલી કમાણી કરી હતી. આ માટે તેને પ્રશંસાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
બારાબંકીમાં મળી પ્રેરણા, ખુલ્યા પ્રગતિના દ્વાર
નવાબગંજના કોઠા ગામમાં રહેતા અચાયબર સિંહે જણાવ્યું કે તેઓ ઘઉં અને શેરડીની ખેતી કરતા હતા. ત્રણ વર્ષ પહેલા તેઓ બારાબંકીના રામનગરમાં એક તાત્કાલિક કામ માટે ગયા હતા. તેઓના જણાવ્યા મુજબ, ત્યાં તે એક ખેડૂત ઈમરાનને મળ્યા. ઈમરાને તેમને પપૈયાની ખેતી બતાવી ઉપરાંત રોપા પણ આપ્યા. અહીંથી જ તેમને પ્રેરણા મળી અને ઘરે પરત ફર્યા બાદ અછૈબર સિંહે પપૈયાની ખેતી શરૂ કરી.
રેડ લેડી તાઈવાન પપૈયાનું વાવેતર
એક હેક્ટરમાં પપૈયાની ખેતી કરવામાં સરેરાશ બે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે કમાણી આશરે સાત લાખ રૂપિયા થાય છે. પપૈયા તો ખેતરમાંથી જ 20-25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હોય છે. તેઓએ બે એકરમાં રેડ લેડી તાઈવાન પપૈયાનું વાવેતર કર્યુ અને આમ તેમણે 20 હેક્ટરમાં પપૈયાની ખેતી કરી. આમ,પ્રગતિશીલ ખેડૂત અછૈબર સિંહે પપૈયાના ઉત્પાદનમાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેમને કિસાન સન્માન દિવસ પર પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ખેડૂતો સ્થાનિક બજારમાં જ પપૈયાનું વેચાણ કરે છે
જિલ્લામાં પપૈયાની ખેતીનો વ્યાપ સતત વધી રહ્યો છે. ખેડૂતો સ્થાનિક બજારમાં જ પપૈયાનું વેચાણ કરે છે. વેપારી પોતે ઘરે આવે છે અને પપૈયા લે છે. ઉનાળાની ઋતુમાં પપૈયાનો દર પણ સારો રહે છે. આથી, ખેડૂતો હવે પપૈયાની ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે.