કપાસના ભાવમાં ઘટાડો: આજનો ઉંચો ભાવ બોટાદમાં રૂ. 1861, જાણો આજના કપાસના બજાર ભાવ

કપાસના ભાવમાં ઘટાડો: આજનો ઉંચો ભાવ બોટાદમાં રૂ. 1861, જાણો આજના કપાસના બજાર ભાવ

કપાસના ભાવમાં દરરોજ સવાર પડેને ભાવ ઘટી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં મણે રૂા.૧૦૦નું ગાબડું પડયું છે. ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કપાસના ભાવ ન ઘટે તે માટે સરકાર તુરંત જ પગલાં ભરે તેવી કપાસના ખેડૂતોની માગણી  વધી રહી છે.

આ પણ જુઓ: મગફળીમાં આજે 1765 રૂપિયા ઊંચો ભાવ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડોનાં ભાવો

હાલ ગુજરાતમાં મહારાષ્ટ્રના ખાનદેશમાંથી કપાસની આવકો શરૂ થઇ ગઇ છે. ખાનદેશ લાઇનમાં કપાસના ઉતારા સૌથી સારા આવે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. ટોચના બ્રોકરો કહે છે કે, ખાનદેશમાં પ્રતિ એકર દસ ક્વિન્ટલ ઉતારા આવશે, કારણ કે, ખાનદેશમાં 28 ટકા સિંચાઇની સુવિધા ઉપલબ્ધ હોઇ, સમયસર પાણી મળી શક્યું છે. જોકે, તાજેતરમાં ચાર-પાંચ દિવસ જે કમોસમી વરસાદ આવ્યો તેના કારણે પાકમાં વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયાનું આકલન પણ થઇ રહ્યું છે. મહારાષ્ટ્રના મરાઠાવાડમાં પ્રતિ એકર સાત થી આઠ ક્વિન્ટલના ઉતારા મળે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.

ખાસ કરીને રાજકોટમાં 22,000, બોટાદમાં 65,000, હળવદમાં 35,000, અમરેલીમાં 15,000, સાવરકુંડલામાં 12,000, જસદણમાં 20,000, ગોંડલમાં 11,000, બાબરામાં 14,000, વાંકાનેરમાં 9,000, મહુવામાં 1,000, તળાજામાં 8,000, ગઢડામાં 11,000, રાજુલામાં 4,500, વિજાપુરમાં 8,000 અને વીંછિયામાં 7,000 મણની આવક થઇ હતી. માર્કેટિંગ મથકોમાં ગુણવત્તા મુજબ કપાસના સરેરાશ  રૂ.1450-1851ના ભાવ બોલાયા હતા. ઉલ્લેખનીય છે કે, સારી  ક્વોલિટીના કે જેના રૂ.1800થી વધુ ભાવ બોલાયા તેવો જૂજ ગણી  શકાય તેવો કપાસ જ આવ્યો હતો.

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14/10/2022 શુક્રવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 1861 સુધીનો બોલાયો હતો.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 14/10/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

1614

1740

અમરેલી

1120

1789

સાવરકુંડલા

1150

1741

જસદણ

1300

1750

બોટાદ

1480

1861

મહુવા

800

1726

ગોંડલ

1000

1771

કાલાવડ

1600

1826

જામજોધપુર

1400

1751

ભાવનગર

1100

1731

જામનગર

1500

1755

બાબરા

1560

1780

જેતપુર

800

1851

વાંકાનેર

1300

1755

મોરબી

1625

1763

હળવદ

1570

1732

વિસાવદર

1475

1741

તળાજા

1000

1755

બગસરા

1450

1774

ઉપલેટા

1400

1720

માણાવદર

1480

1815

ધોરાજી

1531

1721

વિછીયા

1500

1720

ભેંસાણ

1600

1750

ધારી

905

1741

લાલપુર

1563

1735

ખંભાળિયા

1500

1679

ધ્રોલ

1583

1695

દશાડાપાટડી

1600

1721

પાલીતાણા

1400

1725

સાયલા

1400

1750

હારીજ

1650

1735

ધનસૂરા

1400

1700

વિસનગર

1500

1765

વિજાપુર

1550

1750

કુકરવાડા

1440

1750

ગોજારીયા

1500

1761

હિંમતનગર

1561

1780

માણસા

1500

1750

કડી

1600

1775

મોડાસા

1550

1725

પાટણ

1600

1765

થરા

1580

1751

ડોળાસા

1300

1780

દીયોદર

1500

1750

બેચરાજી

1660

1724

ગઢડા

1580

1774

ઢસા

1605

1751

કપડગંજ

1400

1500

ધંધુકા

1435

1760

વિરમગામ

1630

1718

ચાણસમા

1500

1749

ભીલડી

1000

1500

ઉનાવા

1000

1500

શીહોરી

1645

1735

લાખાણી

1690

1727

સતલાસણા

1540

1615

આંબલિયાસણ

1636

1730