ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મગફળી અને કપાસની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.
એક સમયે ડુંગળીનુ હબ ગણાતા મહુવા યાર્ડમાં આસપાસના ૧૦૦ કિલોમીટરના વિસ્તારોમાંથી ટ્રકો ભરીને કપાસ અને મગફળીના જથ્થા આવી રહ્યા છે. એટલુ જ નહિ કેટલીક ખેતજણશીઓના સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચા ભાવ મહુવા યાર્ડમાં બોલાઈ રહ્યા હોવાથી જગતના તાત ખેડૂતપરિવારો હરખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: કપાસના ભાવમાં ભારે ઉછાળો: વરસાદી વાતાવરણને લીધે કપાસના ભાવમાં વધારો, જાણો આજના કપાસના બજાર
મગફળી અને કપાસની વધતી જતી આવકને ધ્યાનમાં રાખીને મહુવા યાર્ડના સત્તાધીશોએ યાર્ડની પાછળની ૭૦ વિઘા જમીન આરક્ષિત કરી છે. જયાં લાઈટ, સી.સી.ટી.વી.કેમેરા, સીકયુરીટી ગાર્ડઝ ઉપરાંત વરસાદની સીઝનને અનુલક્ષીને ડીપોઝીટ લઈને માલ ઢાંકવા માટે પ્લાસ્ટીક પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે
મગફળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. નવી સિઝનની શરૂઆતમાં મગફળીની આવકો સારી થાય છે, પંરતુ સામે લીલો માલ વધારે હોવાથી સુકા માલનાં ભાવ સારા છે. બીજી તરફ સીંગતેલમાં પણ બ્રાન્ડવાળાની લેવાલી હાલનાં
ભાવથી હોવાથી સુકા માલમાં બજારો થોડા વધ્યાં હતાં. સરેરાશ પીઠાઓમાં મણે રૂ.૧૦થી ૨૦ ઊંચા બોલાતાં હતાં. નવ અને ૬૬ નંબર જેવી વેરાયટીમાં હજી પણ રૂ.૧૬૦૦ આસપાસનાં
ભાવ ક્વોટ થાય છે.
આ પણ વાંચો: કપાસમાં આજે ભુક્કા કાઢતી તેજી, જાણો જુદી જુદી માર્કેટ યાર્ડોના તાજા બજાર ભાવ
મગફળીનાં અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે નવી આવકો હવે ખાસ વધશે નહીં અને ગોંડલમાં હવે દિવાળી પહેલા એક માત્ર સોમવારે જ આવકો ખુલશે, પછી સીધી નવી સિઝનમાં જ આવકો ખુલવાની છે, જેને પગલે બજારો હાલ સારી છે. બીજી તરફ ગુજરાતનું મોટું કોર્પોરેટ ગ્રુપ અદાણી પણ મગફળીની આવર્ષે મોટી ખરીદી કરે તેવી ધારણા છે.
અદાણીનાં ત્રણેક અધિકારીઓ અત્યારે મગફળીનો પોર્ટફોલિયો સંભાળી રહ્યાં છે અને વિવિધ સેન્ટરોમાંથી પુછપરછ કરી રહ્યા છે, જે બતાવે છેકે આ વર્ષે તેની ખરીદી વધી શકે છે.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા.14/10/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 950 | 1385 |
અમરેલી | 900 | 1330 |
કોડીનાર | 935 | 1124 |
જેતપુર | 951 | 1361 |
વિસાવદર | 903 | 1541 |
મહુવા | 1007 | 1350 |
ગોંડલ | 880 | 1436 |
કાલાવડ | 1100 | 1325 |
જુનાગઢ | 1000 | 1322 |
જામજોધપુર | 1000 | 1320 |
ભાવનગર | 1100 | 1240 |
તળાજા | 915 | 1371 |
જામનગર | 900 | 1300 |
ભેસાણ | 900 | 1206 |
સલાલ | 1300 | 1550 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 14/10/2022 શુક્રવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1000 | 1380 |
અમરેલી | 800 | 1308 |
કોડીનાર | 951 | 1365 |
જસદણ | 950 | 1375 |
મહુવા | 1000 | 1350 |
ગોંડલ | 925 | 1546 |
કાલાવડ | 1150 | 1446 |
જુનાગઢ | 1050 | 1627 |
જામજોધપુર | 1000 | 1360 |
ઉપલેટા | 1050 | 1285 |
ધોરાજી | 921 | 1211 |
વાંકાનેર | 1050 | 1500 |
જેતપુર | 970 | 1441 |
તળાજા | 1100 | 1446 |
ભાવનગર | 1046 | 1825 |
મોરબી | 1065 | 1384 |
જામનગર | 1000 | 1745 |
બાબરા | 1069 | 1231 |
ધારી | 1065 | 1205 |
ખંભાળિયા | 960 | 1325 |
ધ્રોલ | 1085 | 1291 |
હિંમતનગર | 1100 | 1660 |
મોડાસા | 1000 | 1572 |
ડિસા | 1211 | 1438 |
ઇડર | 1200 | 1574 |
ધાનેરા | 1150 | 1401 |
ભીલડી | 1100 | 1372 |
થરા | 1150 | 1410 |
દીયોદર | 1100 | 1325 |
વડગામ | 1161 | 1421 |
શિહોરી | 1101 | 1345 |
ઇકબાલગઢ | 1251 | 1434 |
સતલાસણા | 1070 | 1320 |
લાખાણી | 1100 | 1300 |