એવરેજ અને મિડિયમ કપાસના ભાવ મંગળવારે મણે રૂા.૧૦ થી ૨૫ ઘટયા હતા પણ એકદમ સુપર બેસ્ટ કપાસના ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ સુપર બેસ્ટ કપાસના રૂા.૧૭૨૫ થી ૧૭૫૦ અને મિડિયમ એવરેજ કવોલીટીના રૂા.૧૬૦૦ થી ૧૬૫૦ બોલાતા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ખેડૂતોને સુપર બેસ્ટ કપાસ વેચવો નથી પણ મિડિયમ અને હલકા કપાસ વેચીને છુટી જવું છે. જીનર્સોને એક્સપોર્ટ માટે ઓર્ડર પૂરા કરવાના હોઇ સુપર બેસ્ટ કપાસ વધુ ભાવ દઇને લેવો પડે છે પણ ડિસ્પેરિટિ મોટી હોઇ મિડિયમ એવરેજ કપાસ ખરીદવો કોઇને પોસાય તેમ નથી વળી કપાસિયા-ખોળ અને રૂ મંગળવારે ઘટયા હોઇ તેની અસર કપાસના ભાવ પર પણ જોવા મળી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૧૫૦ ગાડી જ હતી અને ભાવ મણે રૂા.૧૦ ઘટીને રૂા.૧૬૦૦ થી ૧૬૭૫ બોલાતા હતા. કડીના બ્રોકરે જણાવ્યું હતું કે જીનોની ડિસ્પેરિટિ સતત વધી રહી હોઇ હાલ જીનો જોઇએ તેટલો જ કપાસ ખરીદી કરી રહી છે જેને કારણે કપાસ ઘસાતો જાય છે.
આ વર્ષે ખેડૂતોને કપાસના પ્રતિમણ 1800 રૂપિયા મળી રહ્યા છે જે ખેડૂતો માટે ખૂબ જ આનંદની વાત કહી શકાય.વૈશ્વિક સ્તરે કપાસની વધતી જતી માંગને કારણે સ્થાનિક બજારોમાં ખૂબ જ તેજી આવી છે અને છેલ્લા એક મહિનામાં પ્રતિ ખાંડીએ 13000 થી 14000 નો મોટો ઉછાળો આવ્યો છે જેથી આ વર્ષે ખેડૂતોને કપાસ ની ખૂબ જ ઊંચી કિંમત મળશે.
આમ, કપાસ-રૂની બજારના તમામ સંજોગો જોતાં આ વર્ષે ખેડૂતોને કપાસના રૂ.૧૩૦૦ મળી ગયા બાદ હજુ રૂ.૧૪૦૦ અને રૂ.૧૫૦૦ પણ મળી શકે તેમ છે પણ ખેડૂતોએ તેના માટે રાહ જોવી પડશે અને હવે કદાચ ભાવ બહુ ધીમી ગતિએ વધે એટલે કે થોડા વધે ત્યારબાદ ફરી ઘટે, ફરી વધે-ઘટે તેવી સ્થિતિ વચ્ચે જો ખેડૂતો ગભરાટ ન અનુભવે અને કપાસ સાચવી રાખે પણ થોડો કપાસ વેચી નાખે કે જેથી કરીને કોઇ કારણથી ભાવ ઘટી જાય તો મોટી નુકસાની સહન કરવી ના પડે.
2010-11 એ વર્ષે ચાઇનાની ડિમાન્ડને કારણે કપાસની બજારો લાઇમ-લાઇટમાં હતી. પીઠાઓમાં ભાવ પ્રતિ 20 કિલો રૂ.1400ને પણ પાર કરી ચૂક્યા હતા. 2010 ડિસેમ્બરમાં સૌરાષ્ટ્રની ફિલ્ડ રિપોર્ટીંગમાં પ્રગટ તસવીર ક્લિક થઇ હતી. એ સમયે ગુલાબી ઇયળની આવી ઝફા નહોતી. કપાસ પાકીને ઠેર થઇ ગયો હતો. બગલાની પાંખ જેવા ધોરાસેતર કપાસના ખેતરો નજરે પડતા હતા. માર્ચ-2011માં દક્ષિણની સ્પીનીંગ લોબીએ કેન્દ્રનું નાક દબાવ્યું હતું. રાતોરાત કપાસની નિકાસ બંધીનો નિર્ણય લેવડાવી, કપાસની ચડતી બજારને પછાડી હતી.
કપાસના ભાવો:
હવે જાણી લઈએ ગઈકાલના 14 ડીસેમ્બર 2021 ને મંગળવારના ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1475 | 1762 |
અમરેલી | 1000 | 1826 |
કાલાવડ | 1000 | 1800 |
જેતપુર | 1241 | 1800 |
ગોંડલ | 1001 | 1776 |
બોટાદ | 1100 | 1780 |
જામજોધપુર | 1380 | 1781 |
બાબરા | 1590 | 1812 |
જામનગર | 1300 | 1755 |
વાંકાનેર | 850 | 1740 |
મોરબી | 1400 | 1748 |
હળવદ | 1301 | 1712 |
જુનાગઢ | 1320 | 1712 |
ધોરાજી | 1211 | 1766 |
વિછીયા | 1150 | 1740 |
લાલપુર | 1550 | 1760 |
ધનસુરા | 1300 | 1671 |
વિજાપુર | 1025 | 1743 |
ગોજારીયા | 1050 | 1748 |
હિંમતનગર | 1575 | 1715 |
કડી | 1532 | 1717 |
થરા | 1520 | 1680 |
સતલાસણા | 1540 | 1670 |
વિસનગર | 1000 | 1750 |
તળાજા | 1100 | 1782 |