ડુંગળીમાં તેજી રોકવા માટે સરકારે તાજેતરમાં કેટલાક પગલાઓ લીધા હતા, જેને કારણે ડુંગળીમાં તેજી અટકી છે. ખાસ કરીને નાશીકમાં ડુંગળીનાં વેપારીઓ ઉપર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યાં હતાં અને તપાસ શરૂ કરી હોવાથી ડુંગળીનાં ભાવ ૨૦થી ૨૫ ટકા જેવા ઊંચી સપાટીથી ગગડી ગયા છે. જોકે ભાવ નીચા આવી જત્તા ખેડૂતોએ પણ ડુંગળીની વેચવાલી અટકાવી હતી, જેને પગલે બજારો વધુ ઘટતા અટક્યાં હતાં.
ડુંગળીનાં વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ડુંગળીની હાલની તેજી નેચરલ છે. ડુંગળીનો ચોમસું પાક ફેઈલ છે. જૂનો સ્ટોક બહુ ઓછો વધ્યો છે, પરિણામે ડુંગળીનાં ભાવ નવેમ્બર મહિનાની શરૂઆતમાં થોડા દિવસ ઊંચા રહે તેવી સંભાવના છે. ડિસેમ્બર મહિનાથી ખરીફ પાકોની આવકો થોડીથોડી ચાલુ થશે તો બજારને ટેકો મળે તેવી ધારણા કરવામાં આવી રહી છે. ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં હાલ રૂ. 200થી 600ની વચ્ચે અથડાય રહ્યાં છે જોકે ભાવ ઘટીને રૂ. 525 સુધી પણ ગયાં હતાં.
આગામી દિવસોમાં સારી ડુંગળીનાં ભાવમાં મણે રૂ. 50નો સુધારો થાય તેવી શક્યતાઓ દેખાય રહી છે. સ્ટોકનાં માલોની વેચવાલીની સાથે નવી ડુંગળીની આવકો ઉપર પણ બજાનો મોટો આધાર રહેલો છે.
કાલના (તા. 30/10/2021, શનિવારના) લાલ ડુંગળીના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 120 | 600 |
મહુવા | 175 | 570 |
ગોંડલ | 101 | 521 |
જેતપુર | 101 | 361 |
દાહોદ | 400 | 640 |
અમરેલી | 200 | 600 |
મોરબી | 200 | 600 |
કાલના (તા. 30/10/2021, શનિવારના) સફેદ ડુંગળીના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 137 | 481 |