Top Stories
khissu

અમદાવાદ સાવધાન / જાણો કઈ તારીખથી ભારે વરસાદ? ચોમાસું હાલ ક્યાં છે?

હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું? હવામાન વિભાગની official વેબસાઈટ મુજબ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના દીવમાં ચોમાસુ પહોંચી ચૂક્યું છે હવે ચોમાસુ મધ્ય ગુજરાત તરફ ધીમે-ધીમે આગળ વધશે.
હવામાન વિભાગે ચોમાસાના ભાગ રૂપે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી માં ભારે થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર માં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે હવામાન વિભાગનું અનુમાન છે કે અમદાવાદમાં 15 જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે અને ત્યાં ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળશે, સાથે જણાવ્યું છે કે કચ્છમાં આ વર્ષે પણ ચોમાસું મોડું પહોંચ છે. 

સૌરાષ્ટ્રમાં વરસાદ આગાહી: હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે જ્યારે ૩૦ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થાય તેવા અહેવાલો પણ જણાવ્યા છે. આ વર્ષે ચોમાસુ સારું રહશે અને એકંદરે 104 ટકા વરસાદ નોંધાય તેવું અનુમાન હવામાન ખાતું અગાઉ જણાવી ચૂક્યું છે. 

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની પધરામણી: ૩ જૂને ભારતના કેરળમાં ચોમાસું આવી પહોંચ્યું હતું ત્યાર પછી ધીમે-ધીમે આગળ વધી કર્ણાટક અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું અને તેનાથી વધારે આગળ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના વલસાડમાં અને ત્યાર પછી 11 જૂને સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દીવ સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે. હવે 15 જૂન સુધીમાં અમદાવાદ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. અને ત્યાર બાદ સમગ્ર મધ્ય ગુજરાત અનેે ઉત્તર ગુજરાતમાં માં ચોમાસું જોવા મળશે. 

વર્ષ 2021 ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ સૌથી મોટી આગાહી:  અંબાલાલ પટેલે એક ખાસ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૮-૨૯ જૂન થી ચોમાસું ચાલુ થશે. જ્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ૧૭- ૨૦ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે. જ્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી માં ઘણો મતાંતર જોવા મળી રહ્યો છે. 

1) અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ૧૧ અને ૧૨ જૂને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે.

2) ગુજરાતમાં ૧૫ થી ૧૯ જૂન વચ્ચે હળવો વરસાદ પડશે, જે વરસાદ મધ્ય અને પૂર્વ ભાગોમાં વધારે જોવા મળશે.

3) સાથે જણાવ્યું હતું કે સત્તાવાર ચોમાસું બેસવાને હજી ૨૦ દિવસ ની વાર છે.

4) ૯-૧૧ જૂનમાં છૂટો છવાયો વરસાદ પડશે.

5) પૂર્વ પટ્ટી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ- મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ચૂકી છે.

આગળ અમે વરસાદ અને ચોમાસાની દરેક માહિતી જણાવતાં રહીશું માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડી દેજો.