Top Stories
khissu

એલર્ટ / ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉંડ ક્યારથી....

ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતના 60% ભાગોમાં વાવણી લાયક વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને ગુજરાતનાં ખેડૂતો વાવણી પણ કરી ચૂક્યા છે જ્યારે ગુજરાતનાં હજી ઘણાં એવા વિસ્તારો છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નોંધાયો નથી અથવા ઓછો નોંધાયો છે અથવા વાવણી થઈ ચૂકી છે તેમને પાક પર વરસાદની જરૂર છે તેવા દરેક મિત્રોનો એક પ્રશ્ન છે કે "ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો બીજો રાઉંડ ક્યારે આવશે?" આવશે કે નહીં? જેમનો જવાબ Weather મોડેલનાં Analysis પરથી અમે જણાવવાનો પ્રયત્ન કરીશું.

સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કઈ તારીખ થી?
વેધર ચાર્ટની માહિતી અનુસાર ગુજરાતમાં બાકી રહેલ જૂન મહિનામાં ભારેથી અતિભારે વરસાદ ની શકયતાં ઘણી ઓછી જણાઈ રહી છે, પરંતુ જુલાઈ મહિનામાં વરસાદનો મોટો રાઉંડ આવી શકે છે. ગુજરાતમાં 4-5 જુલાઈથી દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે ત્યાર બાદ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતના સંપૂર્ણ ભાગમાં સારો વરસાદ જોવા મળશે. 5-7 જુલાઈ દરમિયાન ચોમાસું વધારે વેગ પકડે તેવી શક્યતા જણાઈ રહી છે. એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નો રાઉંડ આજથી 8-9 દિવસ પછી જોવા મળશે. આગાહીનાં દિવસો દરમિયાન અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તેવી પૂરી સંભાવના છે, જે લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા તેવી શક્યતા છે.  

 

24 થી  30 જૂન દરમિયાન વરસાદ શકયતા?
તાપમાન: ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 36°Cથી 38°C તાપમાન જોવા મળે તેવું અનુમાન છે. સાથે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને બફારો જોવા મળશે.

વરસાદ આગાહી: આગાહીના દિવસો સુધી 800hpaથી 850hpa માં ભેજ નું પ્રમાણ વધારે હશે સાથે 500hpa એક ટ્રફ પણ બનેલ છે. તથા 600, 700hpa માં UAC બને છે તેમનાં કારણે જુદાં જુદાં વિસ્તારોમાં ઝાપટા કે હળવો વરસાદ થવાની સંભાવનાઓ વધી રહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ હળવા વરસાદની શક્યતા ગણવી સાથે સૌરાષ્ટ્ર લાગુ ગુજરાતનાં જિલ્લામાં અને દરિયાઈ પટ્ટીનાં જિલ્લામાં પણ શકયતા ગણવી. કેમ કે દરિયા કિનારે અનુકૂળ વાતાવરણ બનવામાં વધારે વાર લાગતી નથી હોતી.

આગોતરું એંધાણ: દક્ષિણ ગુજરાતથી સાર્વત્રિક વરસાદ ની શરૂઆત 5-7 જુલાઈ દરમિયાન થઈ શકે છે. જેમની વધારે માહિતી અમે આગળ જણાવતાં રહીશું ત્યાં સુધી આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂતો સુધી શેર કરજો.

આજે ક્યાં આગાહી: 24 જૂન છે અને આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં મધ્યમ ભારે વરસાદની આગાહી જણાઈ રહી છે. જ્યારે આગાહી મુજબ જ આજે સુરતના વરાછા માં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આ સાથે ગુજરાતના બીજા વિસ્તારોમાં રેડા ઝાપટાંથી માંડીને ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. ચોમાસા ની સિઝન હોવાથી કોઈ ચોક્કસ વિસ્તાર જણાવી ના શકાય. 

જૂન અને જુલાઈના વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે.
1) ગુજરાતમાં 29 જૂન ના રોજ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.
2) જુલાઇ મહિનામાં સારો વરસાદ આવવાની શક્યતા છે. 
3) 13 જુલાઈ પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાત માં મહેસાણા, હારીજ, પાટણ, સિધ્ધપુર, બેચરાજી, કડી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, વિરમગામનાં ભાગોમાં સારો વરસાદ થશે. 
4) વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા જો તમે આ માહિતી અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.