ખરીફ પાક તો પતી ગયો પણ હવે ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરી ખુશખુશાલ છે. રવિ સિઝન સારી રહેશે તેવી તેમની અમર આશા છે. પરંતુ રવિ સિઝન પર સંકટના વાદળો ઘેરાયા છે. જાણીતા આગાહીકાર અંબાલાલે જે આગાહી કરી છે તે ખેડૂતો માટે ડરામણી છે.
ગુજરાતમાં થયેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. હવે ફરીથી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. જી હા... આગાહીકારે રાજ્યમાં 6થી 8 ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે તેવું અનુમાન લગાવ્યું છે અને 8થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું આવે તેવી આગાહી કરી છે.
અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે..જ્યારે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી પણ શક્યતા છે..જો કે ગુજરાત પર તેની સીધી અસર ઓછી રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષેપોની અસર પણ દેખાઈ શકે છે. જેના કારણે હવામાન વારંવાર બદલાઈ શકે છે.
ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાત તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી છે. પશ્ચિમી વિક્ષેપની અસર જતી રહેતા કાતિલ ઠંડીને વેગ મળે છે. તેથી જાન્યુઆરી માસ પણ હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. 11 અને 12 જાન્યુઆરી બાદ પણ ઠંડીનો ચમકારો અનુભવાશે.