1) અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 10 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
2) ગુજરાત નજીક અરબસાગર અને બંગાળની ખાડીમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.
આ પણ વાંચો: બંગાળની ખાડી ફરી લાવશે હરખની હેલી; લો પ્રેશર સિસ્ટમ, અતિભારે મેઘ મહેર આગાહી
3) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે તેવી આગાહી.
4) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની વકી.
5) મહેસાણા અને પાટણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
6) છેલ્લા ત્રણ દિવસમાં 228 તાલુકામાં મેઘ-મહેર નોંધાઈ છે. ફરી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય બનતા 15 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે પણ આગમી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી જાણવા અહીં ક્લિક કરો. સિસ્ટમ દેખાતા હવામાન ખાતું બદલ્યું; શુક્ર થી મંગળ સુધી ભારે આગાહી, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?