અંબાલાલ પટેલની આગાહી: આ વખતે ચોમાસાની પેટર્ન કઈક અલગ, જાણો શું છે તાજી આગાહી

અંબાલાલ પટેલની આગાહી: આ વખતે ચોમાસાની પેટર્ન કઈક અલગ, જાણો શું છે તાજી આગાહી

રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે પણ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, ચોમાસું ગુજરાતથી માત્ર 10 કિમી જ દૂર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે આગાહી કરી છે. આ આગાહીમાં તેમણે જણાવ્યુ છે કે, આ વખતના ચોમાસામાં બ્રેક આવી શકે છે. જોકે, 21મી જૂન બાદ ચોમાસું એકંદરે સારું રહેશે.

અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, આ ચોમાસામાં બ્રેક આવી શકે છે. વરસાદની પેટર્ન અલગ-અલગ હોય શકે છે. ચોમાસું તો ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં છે. રાજ્યમા તમામ ભાગોમાં વરસાદ થશે. આ વરસાદ કોઇ ઠેકાણે છાંટાછૂટી તો કોઇ ઠેકાણે હળવો તો કોઇ ઠેકાણે મધ્યમ વરસાદ થશે. પરંતુ આ નિર નિરંતર ચોમાસું ન કહી શકાય. નિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવશે. આ ચોમાસું છે જે લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળના ઉપસાગરમાંથી ડિપડિપ્રેશનની સિસ્ટમ ડેવલોપ થશે. જેના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બનશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આ સાથે તેમણે જણાવ્યુ કે, જેના કારણે કેટલાક ભાગોમાં લો પ્રેશર બનશે અને કોઇપણ ભાગમાં અણધાર્યો વરસાદ થશે અને તે વિસ્તારને જળબંબાકાર કરી જશે. 21-22 જૂન બાદ આગળ વધેલો વરસાદ એકંદરે સારો રહેશે. જેથી ગુજરાતમાં ગરમી ઘટશે.

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ છે કે, શરૂઆતમાં ગરમી પડે અને મૃગશીશ નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે સારો ન ગણાય. સાતમી જૂનની આસપાસ આ નક્ષત્ર બેસતું હોય છે. દરમિયાન વરસાદ પડે તો કોસેટા જમીનની બહાર આવે. જેનાથી તે ઊભા કૃષિ પાકના પાંદડા ખાય જાય. અત્યારે ગરમી પડી રહી છે તે સારી છે. જે કૃષિ માટે સારી છે.

હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, જુલાઇ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું રહેશે. જે બાદ સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થાય. ગુજરાતમાં પાછોતરો વરસાદ પણ સારો થઈ શકે છે. આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ રહી શકે છે. 21મી જૂન બાદ આદ્રા નક્ષત્રમાં ચોમાસું સારું રહેશે.