khissu

કાલથી ચોમાસું આગળ વધશે! June માં ચક્રવાત, તોફાની વરસાદ, ચોમાસું કેવું? અરબ સાગર અને બંગાળ ખાડીમાં હલચલ

1) ચોમાસું કેવું રહશે? ગુજરાતમાં આ વર્ષે શરૂઆતનું ચોમાસું સારું રહી શકે છે, જૂન, જુલાઈમાં વરસાદ સારો રહેશે. ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ઓછો રહી શકે છે અને પાછોતરો વરસાદ સારો રહેશે. ચોમાસુ  વચ્ચેના ગાળામાં મધ્યમ રહી શકે છે પરંતુ એકંદરે સારું રહેશે. ખેડૂતોએ મધ્ય ચોમાસામાં પિયતની વ્યવસ્થા કરવી એ પણ સારું રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અંબાલાલ કાકાએ ફરી એક વખત મોટી આગાહી કરી છે.

2) અંબાલાલ કાકાએ કહ્યું છે કે અંદબાર નિકોબારથી આવતીકાલથી ચોમાસુ આગળ વધી શકે છે. 

3) બંગાળના ઉપસાગરમાં પણ હવાનું હળવું દબાણ સર્જાશે અને જેમને કારણે ચોમાસુ આગળ વધશે.

4) ગુજરાતમાં ચાર, પાંચ અને છ જૂને છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

5) અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને કહેવામાં આવ્યું છે કે 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે.

6) સાથે સાથે તેમણે આગાહીમાં વધારે માહિતી આપતા કહ્યું છે કે 22 23 અને 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

7) 15 જૂન પહેલા ગુજરાતના દરિયામાં તોફાન આવવાની સંભાવના અંબાલાલ કાકાએ વ્યક્ત કરી છે. જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે અને ચક્રવાત પણ બની શકે છે.

8) ગુજરાત નજીકનો અરબી સમુદ્ર આઠ-નવ જૂનની આસપાસ તોફાની બની શકે છે.

9) આવતીકાલે અંદબાર નિકોબારમાં સ્થિર થયેલું ચોમાસુ આગળ વધી શકે છે અને 1 જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.

10) ચોમાસું ગુજરાતમાં ક્યારે બેસશે? પશ્વિમી વિક્ષોભ હટી જતા ચોમાસુ આગળ વધશે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમી વિક્ષોભ અત્યારે આવવા ન જોઈએ શિયાળે આવવા જોઈએ પરંતુ હાલમાં આવી રહ્યા છે. જેમને કારણે ચોમાસું મોડું થઈ રહ્યું છે.

11) જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે અને ચક્રવાત પણ બની શકે છે. જુનમાં હલચલને કારણે ચોમાસું આગળ વધશે. બંગાળના ઉપસાગરમાં પણ હવાનું હળવું દબાણ સર્જાશે અને જેમને કારણે ચોમાસુ આગળ વધશે.

હવામાન વિભાગની અપડેટ મુજબ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. 

ક્યાં ક્યાં જીલ્લામાં વરસાદ આવશે? સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ૨૮ અને ૨૯ તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.