Top Stories
khissu

વાતાવરણમાં અસ્થિરતા/ આવનાર દિવસમાં માવઠું, ઠંડી અને વાવાઝોડાની શક્યતાઓ??

છેલ્લા એકાદ-બે દિવસથી ગુજરાતમાં ઝાકળની સાથે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગે ૧૨ ઓક્ટોબરનાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસા વિદાયની પણ ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. જોકે હાલમાં કોઈ પણ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જણાતું નથી. તો હવે આજે જાણીશું કે આગમી દિવસોમાં કોઈ માવઠું કે વાવાઝોડાની શકયતાં છે?

વાતાવરણમાં અસ્થિરતાનાં ભાગ રૂપે વાતાવરણ બદલાશે?
બંગાળની ખાડીની અસરના ભાગ રૂપે ગુજરાતમાં 17 તારીખે એક દિવસ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન બોર્ડર લાગુ જિલ્લાઓમાં વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી શકે છે. અને છૂટોછવાયો વરસાદ પડે તેવી પણ સામાન્ય શક્યતાઓ સેવાઇ રહી છે. જોકે વધારે શક્યતાઓ નથી પરંતુ ખેડૂતો માટે એક ખાસ માહિતી છે. આપણે છેલ્લે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક લો-પ્રેસર સક્રિય છે, જે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે તેમની અસર 17 તારીખે સામાન્ય જોવા મળશે. ત્યાર બાદ કોઈપણ શક્યતા નથી.

દિવાળી સુધીમાં વાવાઝોડાની શક્યતા?
વર્ષની શરૂઆતમાં તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. જેમને કારણે વાવાઝોડાનું નામ પડતાં જ ગુજરાતીઓમાં ડરનો માહોલ સર્જાય છે. ચોમાસાની અંત સમયે ગુલાબ વાવાઝોડું પણ બન્યું હતું. હવે આવનાર દિવસોમાં કોઈ નવુ વાવાઝોડું બનશે, તો એમનું નામ 'જવાદ' આપવામાં આવશે. જોકે દિવાળી સુધી કોઈ વાવાઝોડું બને તેવી સંભાવના જણાતી નથી.

ગુજરાતમાં માવઠાની શક્યતા?
17 ઓક્ટોબરે સામાન્ય અસ્થિરતા સર્જાય જાય ત્યાર પછી દિવાળી સુધી કોઇપણ માવઠાંની શક્યતાઓ વેધર મોડેલમાં જણાતી નથી. ચોમાસું પણ વિદાય લઈને જતું રહ્યું છે. હવે આવનાર દિવાસોમાં હિમવર્ષા થતાં ઠંડીની શરૂઆત થઈ જશે.

ખાસ નોંધ: ચોમાસા વિદાય પછી જે વરસાદ પડે તેને માવઠાનો વરસાદ માનવામાં આવે છે. આગળ Weather Model મુજબ ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત્ છે. ખેડૂત ભાઈઓ ખેતીનાં કામો બિન્દાસથી કરી શકે છે. કપાસ અને મગફળીનાં ભાવોની સાથે અમે દરરોજના બજાર ભાવ Khissu ની Application માં જણાવતા હોઈએ છીએ જે તમને ઉપયોગી થઈ શકે છે. વરસાદ અને ખેતીનાં કામો માટે હવામાન વિભાગને અનુસરવું.