Bank Holiday in May 2024: નાણાકીય વર્ષ 2024-25નો પ્રથમ મહિનો એપ્રિલ તેના છેલ્લા તબક્કામાં છે. જો તમારી પાસે આવતા મહિને બેંક સંબંધિત કોઈ કામ છે, તો જાણો મે 2024માં બેંકો કેટલા દિવસ બંધ રહેશે. બેંક એક આવશ્યક નાણાકીય સંસ્થા છે.
આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું હોય, તો તમારે ભારતીય રિઝર્વ બેંકની રજાઓનુ લિસ્ટ ચેક કરી લેવું જોઈએ. આના કારણે તમારે પછીથી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
મે મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે?
મે 2024માં બેંકોની પુષ્કળ રજાઓ છે. મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ, લોકસભા ચૂંટણી, અક્ષય તૃતીયા, બુદ્ધ પૂર્ણિમા વગેરેને કારણે બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. અમે તમને મે મહિનામાં આવતી રજાઓ વિશે જણાવી રહ્યા છીએ.
મે 2024માં આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે
1 મે 2024- બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોચી, કોલકાતા, મુંબઈ અને નાગપુરમાં મહારાષ્ટ્ર દિવસ અને મજૂર દિવસના કારણે બેંકો બંધ રહેશે.
5 મે 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
7 મે 2024- લોકસભા ચૂંટણીને કારણે અમદાવાદ, ભોપાલ, પણજી અને રાયપુરમાં બેંકો બંધ રહેશે.
8 મે 2024- રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિને કારણે કોલકાતામાં બેંકો બંધ રહેશે.
10 મે 2024- બસવ જયંતિ/અક્ષય તૃતીયાના કારણે બેંગલુરુમાં બેંકો બંધ રહેશે.
11 મે 2024- બીજા શનિવારે બેંકો બંધ રહેશે.
12 મે 2024- રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
13 મે 2024- લોકસભા ચૂંટણીના કારણે બેંકો શ્રીનગરમાં રહેશે.
16 મે 2024- રાજ્ય દિવસના કારણે ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
19 મે 2024- રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે.
20 મે 2024- લોકસભા ચૂંટણીને કારણે મુંબઈના બેલાપુરમાં બેંકો બંધ રહેશે.
23 મે 2024- બુદ્ધ પૂર્ણિમાના કારણે અગરતલા, આઈઝોલ, બેલારપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, ઈટાનગર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે .
25 મે 2024- ચોથા શનિવારને કારણે બેંકો બંધ રહેશે.
26 મે 2024- રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
જ્યારે બેંક બંધ હોય ત્યારે આ રીતે તમારું કામ પૂર્ણ કરવું
બેંકોમાં વારંવાર રજાઓના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ બેંકોની બદલાતી ટેક્નોલોજીના કારણે હવે કામ થોડું સરળ બન્યું છે. બેંક રજાઓ પર તમે રોકડ ઉપાડ માટે ATM નો ઉપયોગ કરી શકો છો. એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે તમે UPI, નેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો.