Top Stories
khissu

જો તમે પણ બેંક લોકરનો ઉપયોગ કરો છો તો જાણી લો આ નવો નિયમ

વર્તમાન સમયમાં સાવચેતીના ભાગ રુપે તેમની કિંમતી ચીજો બેંકના લોકરમાં રાખતા હોય છે. કારણ કે ચોરીના બનાવો દીન પ્રતિદિન વધી રહ્યા છે. એવામાં જો તમે પણ બેંકના લોકરમાં પૈસા, ઝવેરાત અથવા અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણે કે, આરબીઆઈએ બેંકોના લોકર અંગે નવા નિયમો બનાવ્યા છે, જે નવા વર્ષથી અમલમાં આવ્યા છે. 

તમને જણાવી દઈએ કે, આ નવા નિયમ અનુસાર, બેંકમાં આગ, ચોરી, મકાન ધરાશાયી અથવા બેંક કર્મચારીઓ દ્વારા છેતરપિંડીના કિસ્સામાં બેંકોની જવાબદારી તેના લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધી મર્યાદિત રહેશે.

જાણો આરબીઆઈએ શું નિયમ બનાવ્યો છે
વાસ્તવમાં, કોર્ટના આદેશ પછી, આરબીઆઈએ બેંક લોકર્સને લઈને બેંકોની જવાબદારી પર આ નિયમ બનાવ્યો છે. આરબીઆઈએ લોકર મેનેજમેન્ટને લઈને તમામ બેંકો માટે સૂચનાઓ જારી કરી છે. નવી સૂચનાઓ હાલના સેફ ડિપોઝીટ લોકર અને બેંકો પાસે માલસામાનની સુરક્ષિત કસ્ટડી બંને પર લાગુ થશે.નોંધનિય છે કે બેંકો તેમના ગ્રાહકોને મોંઘી વસ્તુઓ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે લોકરની સુવિધા આપે છે. તમામ સરકારી અને ખાનગી બેંકો લોકરની સુવિધા પૂરી પાડે છે, જેના બદલામાં તેઓ ગ્રાહકો પાસેથી વાર્ષિક ફી પણ વસૂલે છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ બાદ લેવાયો નિર્ણય
તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021માં સુપ્રીમ કોર્ટે આરબીઆઈને 6 મહિનાની અંદર લોકર મેનેજમેન્ટ અંગે તમામ બેંકો માટે એક સમાન નિયમ ઘડવાનો નિર્દેશ આપ્યો હતો. હવેથી બેંક કર્મચારીઓ દ્વારા છેતરપિંડી, આગ, ચોરી, મકાન ધરાશાયી અથવા છેતરપિંડીના કિસ્સામાં, બેંકોની જવાબદારી લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધી મર્યાદિત રહેશે. બેંકો એવો દાવો કરી શકતી નથી કે લોકરમાં રાખેલા સામાનના નુકશાન માટે તેઓ તેમના ગ્રાહકોને જવાબદાર નથી. 1 જાન્યુઆરી, 2022થી બેંકો લોકર ધારકો સાથે નવો કરાર શરૂ કર્યો. બેન્કો IBA દ્વારા ડોફ્ટ લોકર કરાર લાગુ કરશે.