Top Stories
khissu

બેન્ક ઓફ બરોડાએ ખેડૂતો માટે વન-સ્ટોપ સોલ્યૂશન નવી બોબ કિસાન એપ લોન્ચ કરી

દેશની અગ્રણી સરકારી બેંક બેંક ઓફ બરોડાએ તાજેતરમાં બોબ વર્લ્ડ કિસાન એપની શરૂઆતની જાહેરાત કરી હતી. આ એપ ખેડૂતોને ખેતી માટે સંબંધતિ તમામ પ્રકારની સેવાઈ એક જ સ્થાન ઉપર ઉપલબ્ધ કરાવશે. બોબ વર્લ્ડ ખેડૂતોને ખેતી સાથે જોડાયેલી સેવા માટે એક સર્વે સમાવેશ પ્લેટફોર્મ છે.

આ પણ વાંચો: મગફળીમાં રેકૉર્ડ બ્રેક ભાવ, જાણો કયા બોલાયો સૌથી ઊંચો ભાવ ?

જે ખેતી માટે ધિરાણની સુવિધા, વિમો અને રોકાણ સંબંધીત નવા રસ્તાઓ, પાકની કિંમતો પર નજર રાખનારી મંડી સેવા, હવામાનની આગાહી, સારા પાક માટે પરામર્શ સેવા તથા ખેતી માટે જરૂરી ચીજવસ્તુની સેવાની ખીદી માટે ઉપકરણો ભાડાથી લેવા, ઉત્પાદકતા વધારવા માટે ટેકનિકલ નોલેજનો ઉપયોગ જેવી વેલ્યુએડેડ સેવાઓનાં માધ્યમથી ખેડૂતો માટે કૃષિ સંબંધિ આર્થિક ગતિવિધને ડિજિટલ બનાવવામાં મદદ મળશે.

બેંક દ્વારા એપનાં માધ્યમથી ખેડૂતોને અલગ-અલગ પ્રકારની સેવાઓ પ્રદાન કરવાનાં હેતુંસર છ કૃષિ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે, જેમાં એગ્રીબ્રેગી, એગ્રોસ્ટાર, બિગહાટ, પૂર્તિ, ઈએમ અને સ્કાયમેટ સામેલ છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં આ એપ ત્રણ ભાષામાં એટલે કે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતમાં ઉપલબ્ધ બનશે.

આ પણ વાંચો: કપાસના ભાવ 1820 ને પાર, જાણો આજનાં (10/12/2022) કપાસનાં બજાર ભાવ

આ લોન્ચિંગ પ્રસંગે બેંક ઓફ બરોડાનાં કાર્યપાલક નિદેશક જોયદીપ દત્તારોયે જણાવ્યું હતું કે અમે દેશનાં સાર્વજનકી ક્ષેત્રમાં અગ્રણી બેંકોમાંથી એક છીએ અને અમારે ભારતીય ખેડૂતો સાથે ગાઢ સંબંધ રહેલો છે. બેંક ઓફ બરોડાનું લક્ષ્ય બિયારણનાં વાવેતરથી લઈને પાકનાં વેચાણ સુધીની સેવાઓની આખી ચેનલમાં ખેડૂતોને મદદ કરવાનું છે. બોબ વર્લ્ડ ખેડૂતોને અત્યાધુનિક અને સર્વ સમાવેશ પ્લેટફોર્મ છે.