બંગાળની ખાડી ફરી ગુજરાતને ઘમરોળશે; છેલ્લી સિસ્ટમ કરતા મોટી સિસ્ટમ આવી રહી છે, તૈયાર રહેજો

બંગાળની ખાડી ફરી ગુજરાતને ઘમરોળશે; છેલ્લી સિસ્ટમ કરતા મોટી સિસ્ટમ આવી રહી છે, તૈયાર રહેજો

Wether મોડેલ મુજબ 11-12 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સક્રિય બનશે જે ગુજરાતને અસરકર્તા રહેશે. છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં જે ભારે વરસાદ નોંધાયો છે તે પણ બંગાળની ખાડીની લો-પ્રેસર અસરને કારણે જ હતો. જે વરસાદ કરતા વધારે વરસાદ આવનાર લો-પ્રેશર લઈને આવશે તેવું જણાઈ રહ્યું છે.

હાલમાં જે વરસાદ રાઉન્ડ ચાલુ છે તે આવનાર 11-12 તારીખ સુધી છૂટો છવાયો ચાલુ રહેશે. જેમાં સૌથી વધારે વરસાદ દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના વિસ્તારોમાં રહેશે. હાલના મોડલ મુજબ આવનાર 15-16 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ વિરામ લે એવી કોઈ શક્યતાઓ જણાતી નથી.

આ પણ વાંચો: બંગાળની ખાડી ફરી લાવશે હરખની હેલી; લો પ્રેશર સિસ્ટમ, અતિભારે મેઘ મહેર આગાહી

આ પણ વાંચો : ભારે વરસાદની આગાહી: જાણો કયા જિલ્લામાં આવશે ઘોડાપૂર?