આખરે Biparjoy વાવાઝોડાનો ટ્રેક નક્કી, જાણો ગુજરાતનાં ક્યાં ક્યાં વિસ્તારોને અસર કરશે ?

આખરે Biparjoy વાવાઝોડાનો ટ્રેક નક્કી, જાણો ગુજરાતનાં ક્યાં ક્યાં વિસ્તારોને અસર કરશે ?

મિત્રો અરબસાગરમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું કઈ દિશા તરફ ટકરાશે? એ બાબતે હવામાનના મોડલમાં છેલ્લા 5 દિવસથી ટ્રેકિંગ બાબતે અવઢ જોવા મળી રહ્યો છે.

હવામાનના બંને મુખ્ય મોડલ ગણાતા Gfs મોડલ અને યુરોપિયન મોડલમાં દરેક અપડેટમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કેમકે અરબ સાગરમાં સિસ્ટમનો ટ્રેક ફાઈનલ કરવો એ ખરેખર મોડલોમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે.

અત્યારે તો વાવાઝોડાનો ટ્રેક જોતા એવું લાગી રહ્યું છે કે વાવાઝોડું પૂર્વીય - મધ્ય અરબી સમુદ્ર પર મુખ્ત્વે ઉતર દિશામાં છેલ્લી છ કલાક થી માત્ર કલાકની ૨ કિલોમીટર ની ઝડપે ઉતર દિશામાં આગળ વધી રહ્યું છે .જે હાલ મુજબ ૮૪૦ કિમી ગોવાથી, ૮૭૦ કિમી મુંબઈ થી , ૮૭૦ કિમી દક્ષિણ - દક્ષિણ પશ્ચિમ પોરબંદર થી તેમજ ૧૧૫૦ કિમી દક્ષિણ કરાચીથી દૂર છે. આવતાં ૩૬ કલાક હજુ વધુ મજબૂત બની શકે .મુખ્યત્વે ઉતર ઉતર - પશ્ચિમ ગતી કરશે .

તારીખ ૯ થી ૧૫ જૂન - ૨૦૨૩ સુધીનું પૂર્વાનુમાન
આ વાવાઝોડાની અસર ગુજરાતમાં ૯ /૧૦ જૂન થી છૂટા છવાયા વિસ્તારમાં વરસાદની શરૂવાત થઈ શકે .જેમાં હળવો વરસાદ કે ઝાપટાં પડી શકે.

સિસ્ટમ ટ્રેક ગુજરાત આસપાસ રહી શકે જેથી ૧૧ જૂન થી ૧૪ જૂન -૨૦૨૩ સુધીમાં વાવાઝોડાની અસર મુખ્ય સ્વરૂપે જોવા મળી શકે. જેમાં દરિયાઈ પટ્ટી લાગુ જિલ્લા અને કચ્છમાં પવનની ઝડપ વધુ જોવા મળી શકે. દરિયાઈ પટ્ટીમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે. જેમાં ભાવનગર, અમરેલી , ગીર સોમનાથ , પોરબંદર , જૂનાગઢ , દ્વારકા અને કચ્છનો પશ્ચિમ ભાગ લાગું વિસ્તાર માં વધુ અસર રહી શકે. બાકી વિસ્તારોમાં પણ છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે .

દરિયાઈ પટ્ટી લાગુ જિલ્લામાં રાજકોટ અને જામનગરમાં હળવો વરસાદ તેમજ મઘ્યમ વરસાદ પડી શકે .....

દરિયાઈ પટ્ટીમાં વાવણીલાયક વરસાદ પડી શકે ક્યાંક ભારે વરસાદની શક્યતા નકારી ના શકાય.

આ સિસ્ટમ ગુજરાતમાં લેંડફોલ કરી શકે તેવી શક્યતા ઓછી દેખાઈ છે પરંતુ આ બાબત એક સંભાવના તરીકે નકારી શકાય.

શું છે અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થશે, દરિયો તોફાની થશે, દરિયામાં ભારે કરંટ જોવા મળશે. જેના કારણે ઉચા મોજા ઉછળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે વરસાદ થશે. અંબાલાલના અનુમાન પ્રમાણે બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતમાં 13 તારીખ સુધી રહેશે. માત્ર દરિયા કિનારે જ નહિ પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતના અંદરના ભાગમાં પણ ભારે પવન અને વરસાદ રહેશે.

કેરળમાં ચોમાસાનું આગમન
ગુરુવારે કેરળના અનેક ભાગોમાં ભારે વરસાદ પડયો હતો તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. કેરળ અને તમિલનાડુના કન્નૌર, કોડાઈકેનાલ, અદિરામપત્તીનમ્ સુધી આ ચોમાસુ આવી પહોંચ્યું છે અને તેના પગલે કેરલમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. જોકે, દેશમાં ચોમાસાના આગમનને 7 દિવસનો વિલંબ થયો છે. આગામી પખવાડિયામાં ચોમાસુ ગુજરાત પહોંચવાની શક્યતા છે.