khissu.com@gmail.com

Top Stories
khissu

આ પાકની ખેતી દ્વારા તમે 6 મહિનામાં જ કમાઈ શકો છે 10 લાખ રૂપિયા

વર્તમાન સમયમાં ખેતી તરફ લોકોનુ જોર વધી રહ્યું છે,પરંપરાગત ખેતી છોડી યુવાનો ઓર્ગેનિક, મલ્ટિલેયર અને અન્ય મશાલાની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે. એવામાં જો તમે ખેતી દ્વારા સારી કમાણી કરવા માંગતા હોય તો અમે તમને એક સરસ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે સારી આવક મેળવી શકો છો. નોંધનિય છે કે, આજના યુવાનો નોકરી છોડીને ખેતીમાં પોતાની કારકિર્દી બનાની રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ લસણની ખેતી વિશે. લસણની ખેતી દ્વારા તમે પ્રથમ ઉપજમાં જ એટલે કે 6 મહિનામાં જ સરળતાથી 10 લાખ રૂપિયા કમાઈ શકો છો. નોંધનિય છે કે, લસણ એક રોકડિયો પાક છે. આપણા દેશમાં લસણની માંગ આખા વર્ષ દરમિયાન રહે છે. તેનો મસાલા તરીકે ઉપયોગમાં તો થાય જ છે સાથે સાથે  દવામાં પણ ઉપયોગ થાય છે, લસણ દરેક ભારતીય રસોડામાં જોવા મળે જ છે.

નોંધનિય છે કે, આજના સમયમાં લસણનો ઉપયોગ માત્ર મસાલા પૂરતો મર્યાદિત નથી રહ્યો. હવે પાઉડર, પેસ્ટ અને ચિપ્સ સહિતની ઘણી પ્રોડક્ટ્સ પ્રોસેસિંગ બાદ તૈયાર કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને સારી એવી આવક મળી રહે છે.

જાણો લસણની ખેતી કેવી રીતે કરવી?
તમને જણાવી દઈએ કે, લસણની ખેતી વરસાદની સિઝન પૂરી થાય પછી જ શરૂ કરો તે યોગ્ય રહશે. આ ખેતી માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિના સારા માનવામાં છે. લસણની વાવણી 10 સે.મી.ના અંતરે કરવામાં આવે છે, જેથી તેની ગાંઠ સારી રીતે વિકસિત થાય. આ ઉપરાંત લસણની ખેતી બંધ બનાવીને કરવી જોઈએ. લસણ કોઈપણ જમીનમાં ઉગાડી શકાય છે. જો કે જ્યાં પાણી વધુ જમા થતુ હોય તે વિસ્તારમાં ખેતી ન કરવી. આ પાક લગભગ 5-6 મહિનામાં તૈયાર થઈ જાય છે.

જાણો કેટલી થશે કમાણી?
લસણની ઘણી જાતો બજારમાં ઉપલબ્ધ છે. લસણ એક એકર જમીનમાં 50 ક્વિન્ટલ સુધીની ઉપજ આપી શકે છે. આ લસણનો ભાવ પ્રતિ ક્વિન્ટલે 10000 થી 21000 રૂપિયા મળે છે. જ્યારે પ્રતિ એકર ખર્ચ 40000 રૂપિયા સુધી થાય છે. આમ ખેડૂતો એક એકરમાં લસણની રિયા વન જાતની ખેતી કરીને 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. તમને જણાવી દઈએ કે રિયા વન લસણની એક સારામાં સારી જાતિ છે. તેની એક ગાઠ 100 ગ્રામ સુધીનો હોઈ શકે છે. એક ગાંઠમાં 6 થી 13 કળીઓ હોય છે.

નોંધનિય છે કે, લસણનો ઉપયોગ અથાણાં, શાક, ચટણી અને મસાલામાં થાય છે. આ ઉપરાંત લસણનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર,પાચન સંબંધી સમસ્યાઓ, પેટના રોગો, ફેફસાની સમસ્યાઓ, કેન્સર, સંધિવા, નપુંસકતા અને લોહીના રોગો માટે પણ થાય છે. તેના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-કેન્સર ગુણોને કારણે રોગોમાં તેનો ઉપયોગ થાય છે. તેથી જ સમગ્ર વર્ષ દરમિયાન લસણની બજારમાં માગ રહે છે.