Top Stories
khissu

સાવધાન ગુજરાત: અતિવૃષ્ટિના એંધાણ, સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કઈ તારીખોમાં આવી શકે....

ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ સાર્વત્રિક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે જુલાઈ મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયામાં ભારેથી-અતિભારે વરસાદ પડવાની આગાહી વેધર ચાર્ટના માધ્યમથી મળી રહે છે. હાલમાં ઉત્તર-મધ્ય ભારત સહિત ગુજરાત રાજ્યમાં ચોમાસું નિષ્ક્રિય થઈ ગયુ છે અને આવનાર 7 તારીખ સુધી ગુજરાતના કોઇ પણ વિસ્તારોમાં સારો વરસાદ પડે એવી શક્યતાઓ નહીંવત્ છે. ત્યાર બાદ ધીમે ધીમે વાતાવરણમાં સુધારો જોવા મળશે.

અતિભારે વરસાદ ક્યારે?
ગુજરાતમાં ૧૦થી લઇને ૨૫ જુલાઇ દરમિયાન સાર્વત્રિક વરસાદ થવાના પરિબળો વેધર ચાર્ટના માધ્યમથી જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને 13 તારીખ પછી અતિભારે ભયંકર તોફાની વરસાદ પડે એવી શક્યતાઓ જણાઈ રહી છે. આગાહીના દિવસો દરમિયાન વેધર મોડેલો ગુજરાતને રીતસરનું ધમરોળશેે-મેઘ તાંડવ જોવા મળશે તેવાં સંકેતો આપી રહ્યું છે. અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે. જોકે આ અનુમાનને હાલ ૬૦ ટકા ગણવું કેમ કે આગામી દિવસોમાં કુદરતી પરિબળો ને કારણે આગાહી માં ફેરફાર થઈ શકે છે. પરંતુ હાલમાં જે મોડેલ forecast જણાવી રહ્યા છે તે મુજબ અતિભારે વરસાદ પડવાના સંકેતો છે. 

ઉપરનાં ફોટામાં જણાવેલ છે જે અંતર્ગત 14, 15, 16, 17 અને 18 તારીખ દરમિયાન અતિ ભયંકર વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે. જોકે આ આગાહીમાં 2 થી 3 દિવસનો ફેરફાર જોવા મળી શકે છે.

ઉપર હજી એક બીજી વેબસાઇટનું પૂર્વાનુમાન છે જેમાં 3થી 11, 11થી 19 તારીખ દરમિયાન વરસાદની એક્ટિવિટી જણાવી છે, જે મુજબ ગુજરાતમાં 11તારીખ પછી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

બંગાળની ખાડીમાં બનશે લો પ્રેશર સિસ્ટમ ? વેધર ફોરકાસ્ટના મોડલોની માહિતી મુજબ બંગાળની ખાડીમાં 12 જુલાઈ પછી એક મજબૂત લો - પ્રેસર બનશે. જે લો-પ્રેશર ધીમે-ધીમે મધ્ય ભારત અને ઉત્તર ભારત તરફ પોતાના પરિબળો ફેલાવશે જેમને કારણે ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે.  ગુજરાતમાં 11 તારીખથી 25 તારીખ સુધીમાં એક સારો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. 

આવતી કાલથી આદ્રા પૂરું, પુનર્વસુ નક્ષત્ર નો આરંભ: ભરણી કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ અને આર્દ્રા પછી આવતી કાલથી પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. આવતી કાલે 5 જુલાઈ 2021, જેઠ વદ અગિયારસનાં 5:19 કલાક:મિનિટે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે. પુનર્વસુ નક્ષત્ર 5 જુલાઈથી 18 જુલાઇ સુધી જોવા મળશે. ત્યાર બાદ 19 જુલાઈથી પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે પુષ્પા નક્ષત્રનું વાહન ઘોડો છે.

પુનર્વસુ નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળશે?
આ વર્ષે અખાત્રીના પવન પરથી વરસાદના અનુમાન મુજબ પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થશે. જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. એટલે કે 5જુલાઈથી 5 ઓગસ્ટ સુધી આ બે નક્ષત્ર માં જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે. 
બે નક્ષત્રો વિશે બોલતાં વાક્યો :
"પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા, 
વરસા તો વરસા, વાયલા તો વાયલા"

પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને ધણીવાર વાહન ઉપરથી જ વરસાદનો વરતારો નક્કી કરવામાં આવતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે. એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે. પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્પનક્ષત્રની શરૂઆત થશે તેમનું વાહન ઘોડો છે અને તે નક્ષત્રમાં છૂટોછવાયો વરસાદ જોવા મળતો હોય છે.

નોંધ:- વાવાઝોડું અને વરસાદની official માહિતી માટે હવામાન વિભાગની વેબસાઇટને અનુસરવું, આ અમારું પોતાનું અનુમાન છે, આગાહી માં કુદરતી પરિબળો અને ચોમાસું હોવાથી થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.