khissu

ચાણક્ય નીતિ: આ વસ્તુઓ દુશ્મનને હરાવવામાં મદદ કરે છે, જાણો શું કહે છે નીતી શાસ્ત્ર? તમારે પણ જાણવુ જોઈએ

દરેક વ્યક્તિના જીવનમાં ઘણા જાણીતા અને અજાણયા દુશ્મનો તો હોય જ છે. ક્યારેક એ તમારી સફળતા જોઇને તમારું અહિત કરવાનુ વિચારતા હોય છે. ચાણક્ય કહે છે કે આવા લોકોથી ક્યારેય ડરવું ન જોઈએ. આવા લોકોથી પોતાનો બચાવ કરીને આગળ વધવું જોઈએ. ચાણક્યે નીતિ શાસ્ત્રમાં આવી ઘણી બાબતોની ઉલ્લેખ કર્યો છે જે તમને આગળ વધવામાં અને દુશ્મનને હરાવવામાં મદદ કરે. જો તમે પણ તમારા હરીફો અને દુશ્મનોને હરાવવા માંગો છો, તો ચાણક્યની આ વાતો ખાસ જાણી લો.

શત્રુને ક્યારેય પણ નબળો ન સમજવો:- ચાણક્ય કહે છે કે દુશ્મનને ક્યારેય નબળો ન ગણવો જોઈએ. જેઓ તેમની સફળતામાં મગ્ન છે અને દુશ્મનને નબળા માનવા લાગ્યા તે છેતરાઈ ગયા છે. ચાણક્ય કહે છે કે જેણે સ્પર્ધાના હેતુથી તમારી સાથે મેદાનમાં પ્રવેશ કર્યો છે તે જીતવા માટે ચોક્કસપણે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. એટલે દુશ્મનને ક્યારેય પણ નબળો ન ગણવો.

ગુસ્સાને ટાળો:- ચાણક્ય કહે છે કે વ્યકિતએ ગુસ્સો ટાળવો જોઈએ. જે વ્યક્તિ ગુસ્સો કરે છે તે ચોક્કસપણે ભૂલ કરી બેસે છે. એટલા માટે દુશ્મન તમને ઉશ્કેરીને કોઈપણ સમયે ગુસ્સો કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારે ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ.

હિંમત ન હારો:- નીતી શાસ્ત્ર મુજબ વ્યકિતએ ક્યારેય હિંમત હારવી જોઈએ નહિ. જો ધ્યેય મોટું છે તો તૈયારી પણ મોટી કરવી પડશે. નિશ્ચિત છે કે સફળતા મેળવવા માટે વધુ સમય લાગશે. આવી પરિસ્થિતિમાં વ્યકિતએ શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. ચાણક્ય કહે છે કે ધ્યેય તરફ ધીરજ સાથે આગળ વધતા રહેવું જોઈએ. એક દિવસ તમને સફળતા જરૂર મળશે.

નોંધ: આ લેખ ફકત ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. જે માત્ર સામાન્ય જનહિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે.