Top Stories
khissu

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમના નિયમોમાં ફેરફાર, હવે રોકાણ પર આ દસ્તાવેજો બતાવવાના રહેશે

પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારા રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો રોકાણકારો નાની બચત યોજનાઓમાં મર્યાદાથી વધુ રોકાણ કરે છે તો તેમણે તેમની આવકનો સ્ત્રોત દર્શાવવો પડશે.

પોસ્ટ ઓફિસે શા માટે જાહેર કર્યું?
પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પોસ્ટ ઓફિસના AML/CFT સંબંધિત માર્ગદર્શિકામાં ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ- ઈન્ડિયા (FIU-IND) અને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના નિયમોનું પાલન કરવા માટે સુધારો કરવામાં આવ્યો છે.

આ સુધારાનો ઉદ્દેશ્ય પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમનો ઉપયોગ નાણાંને સફેદ કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે રોકવાનો છે.

નવી માર્ગદર્શિકા અનુસાર, ગ્રાહકોને ત્રણ પ્રોફાઇલમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ઓછું જોખમ (રોકાણની પરિપક્વતા મૂલ્ય 50,000 થી વધુ નહીં), બીજું મધ્યમ જોખમ (રોકાણની પરિપક્વતા મૂલ્ય 10 લાખથી વધુ નહીં) અને ઉચ્ચ જોખમ (10 લાખથી વધુ રોકાણની પરિપક્વતા મૂલ્ય

ઉચ્ચ જોખમ ધરાવતા રોકાણકારોએ ભંડોળનો સ્ત્રોત જાહેર કરવો પડશે
ઉચ્ચ જોખમ ધરાવતા રોકાણકારોએ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતી વખતે ફંડ ક્યાંથી આવ્યું તે જણાવવું પડશે અને તેના માટે દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે.

કયા દસ્તાવેજો બતાવવાના રહેશે?
બેંક સ્ટેટમેન્ટ
છેલ્લા ત્રણ વર્ષનું આવકવેરા રિટર્ન
વેચાણ ડીડ / ગિફ્ટ ડીડ / વિલ / ઉત્તરાધિકાર પ્રમાણપત્ર
કોઈપણ અન્ય દસ્તાવેજ કે જેનાથી તમારી આવકનો સ્ત્રોત સરળતાથી જાણી શકાય.

પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ
પોસ્ટ ઓફિસ રોકાણકારોને નાની બચત યોજનાઓ ઓફર કરે છે. સામાન્ય રીતે, રોકાણકારોને આમાં બેંક કરતાં વધુ વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર અને FD પોસ્ટ ઓફિસની લોકપ્રિય યોજનાઓ છે.