કૃષિ ક્ષેત્રના વિધ્વાનો સતત કૃષિમાં નવી નવી ટેકનોલોજી લાવવા મથામણ કરી રહ્યા છે જેથી દેશના ખેડૂતોને ઓછી મહેનતે સારો પાક મળી રહે. આવું જ એક નવું સંશોધન થયું છે જેમાં એરંડાની જાતને સુધારીને કરોડોનો ફાયદો મેળવ્યો છે.
જી હા મિત્રો, આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓ એ દિવેલાની નવી ચારુતર ગોલ્ડ જાત શોધી કાઢી છે. જેમાંથી ૫૦% તેલ નીકળે છે. બીજી બધી જાતો કરતા એરંડાની આ જાત ૯.૦૫% વધારે ઉત્પાદન આપે છે. હેક્ટર દીઠ ઉત્પાદન જોઈએ તો એક હેક્ટર દીઠ ૩,૮૯૮ કિલો ઉત્પાદન આપે છે.
આ પહેલા પણ ૨૦૧૮માં એરંડાની જાત વિકસાવી હતી જેમાં હેક્ટર દીઠ ૩,૨૩૦ કિલો ઉત્પાદન તગતું હતું. તેમાં સુધારા વધારા કરીને વિકસાવેલી એરંડાની નવી જાત 'ચારુતર ગોલ્ડ' ૬૬૮ કિલો વધુ ઉત્પાદન આપે છે જેથી હેક્ટરદીઠ ઉત્પાદન જોઈએ તો એક હેક્ટર દીઠ ૩,૮૯૮ કિલો ઉત્પાદન થાય છે.
આ નવી જાત 'ચારુતર ગોલ્ડ'ની વિશેષતાની વેટ કરીએ તો તે બધી જાત કરતા ૯.૦૫% વધારે ઉત્પાદન આપે છે અને તેમાંથી ૫૦% તેલ નીકળે છે. બીજી બધી જાતો કરતા આ નવી જાત ચડિયાતી છે અને માત્ર ૯૯ દિવસમાં પાકી જાય છે. જીસી ૩ જાતની સરખામણી કરીએ તો તેના કરતાં ૪૫% વધુ ઉત્પાદન આપે છે.
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સંશોધન ડાયરેકટર ડિન ડો. આર. વી. વ્યાસે જણાવ્યું કે, સુકારા રોગ સામે પ્રતિકાર ધરાવતી આ એક અનોખી જાત છે જે ટ્રિપલ બ્લૂમ, મહોગાની સ્ટેમ, ડાયવર્જન્ટ બ્રાન્ચિંગ ધરાવે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં તેને ઉગાડી શકાય છે જેમાં મધ્ય ગુજરાતમાં ખૂબ સારું ઉત્પાદન થવા લાયક છે અને નોર્થ ગુજરાતમાં પણ સારું એવું ઉત્પાદન મળી શકે છે.