ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય છે આખો દિવસ કામ કર્યા બાદ પણ રાત્રે જાગતાં હોય છે. આટલું આટલું કરવા છતાં પણ તેને મહેનત પ્રમાણે સારી ઉપજ મળતી નથી. આમ ખેડૂતોએ મહેનત સાથે સાથે સ્માર્ટવર્ક પણ કરવાની જરૂર છે. આજે આપણે એક એવા ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ જે કુદરતી આફતના કારણે તેમાં પાક સારા ઊગ્યાં નથી અને બીજું વાવેતર પણ કરી શક્યા નથી.
મોરબી જિલ્લાના નવા સાદુરકા ગામમાં રહેતાં દિલીપભાઈ જેઠાભાઇ પાંચોટીયા ના ખેતરમાં અતિ વરસાદનું પાણી ભરાવાને કારણે પાક સારો થયો નથી જેથી તે ખૂબ નિરાશ થઈ ચૂક્યા છે. આ અંગે તેણે પોતાના પાક વિશે વાત કરી છે.
દિલીપભાઈને નવા સાદુરકા ગમે ૫૦ વિઘા જમીન છે. પાણીની બિલકુલ અછત નથી પરંતુ આ વખતે પડેલા અતિ વરસાદને કારણે દિલીપભાઇના ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું જેથી તેનો પાક સારો થયો નથી અને બીજો પાક પણ પાણી ભરવાને કારણે ઉગાડી શક્ય નથી.
દિલીપભાઈએ ચોમાસામાં તેના ખેતરમાં ૮ વિઘામાં મગફળી અને ૩૦ વિઘામાં કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ સતત અને વધારે પડતા વરસાદને કારણે જમીન વધારે સમય પાણીથી ડૂબાડૂબ રહી હતી. તેથી મગફળીનો ઉતારો વિઘા દીઠ ૭ થી ૮ મણ મળ્યો હતો પરંતુ કપાસના પાકમાં કાંઈ મળ્યું નહીં.
જોકે દિલીપભાઈને પોતાના ખેતરમાં ૧૦ વિઘામાં એરંડાનું વાવેતર કરવાનું હતું પરંતુ એરંડા વાવેતરના સમયે જમીન પાણીથી ભરેલી હતી તેથી એરંડાનું વાવેતર ન કરી શક્યા. જેથી નુકશાન ભોગવવા સિવાય કોઈ ઉપાય નહોતો.
ત્યારબાદ શિયાળુ પાકમાં ૧૦ વિઘા પીલીપત્તી અને ૭ વિઘા સફેદપત્તીનું બીજ પ્લોટિંગ કરવા માટે દડા ડુંગળીનું વાવેતર કર્યું. ૩૦ વિઘાનો કપાસનો પાક વહેલાસર કાઢી નાખી તેમાં જીરુનું વાવેતર કર્યું. આ ઉપરાંત માત્ર ખાવા પૂરતું ૧ વિઘામાં ઘઉંનું વાવેતર કર્યું.
જોકે, દિલીપભાઈનું કહેવું છે કે અગાઉ તેઓને મચ્છુ નદીના ઇરીગેશનનો લાભ હતો જે છેલ્લા પાંચ વર્ષથી નર્મદા નહેરના પાણીનો પિયત વિસ્તારમાં ઉમેરો થયો છે. તેઓનું કહેવું છે કે પાણી તો ભરપૂર મળી રહે છે પરંતુ રોઝાડાનો ખુબ ત્રાસ હોવાથી ઉનાળુ વાવેતર એકલ દુકલ ખેડૂતો કરતા નથી.
મિત્રો, આવીજ ખેડૂત ભાઈઓની સ્ટોરી જાણવા અમારી khissu (ખિસ્સું) એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.