કપાસના બજાર ભાવ વિશે વાત કરીએ તો પીઠાઓમાં હજુ પણ કપાસના ભાવ સારા એવા બોલાઈ રહ્યાં છે. ગુજરાતની ઘણી માર્કેટ યાર્ડમાં કપાસનાં ભાવ 900-1400 રૂપિયા બોલાઈ રહ્યાં છે. આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે કપાસ સહિત મોટાભાગના પાકોમાં નુકસાન થયુ છે.
કમોસમી વરસાદના લીધે કપાસનો પાક બગડ્યો છે, સાથોસાથ ગુલાબી ઇયળનો ઉપદ્રવ પણ વધ્યો છે. ખેડૂતો પાસે જે પણ કપાસ હતો એ બજારમાં ઠલવાઇ ગયો છે. હવે જે કપાસ બજારમાં આવશે તે નબળી ક્વોલિટીનો આવે છે એવું બ્રોકરો જાણવી રહ્યા છે. મીલોમાં જેટલો કપાસ જોઈએ તેટલા પૂરતી જ કપાસ ખરીદી રહ્યા છે.
જે ખેડૂત પાસે કપાસ હતો એ કાઢી હવે બીજા પાકો વાવી રહ્યા છે. કારણ કે કપાસમાં આ વર્ષે ઘણું નુકસાન થયું છે તેમજ અન્ય પાકોમાં પણ નુકસાન થયું છે. કપાસમાં આ વર્ષે ખેડૂતોએ માંડ બે ત્રણ વીણી કરી છે.
આગળ જતાં કપાસના ભાવમાં વધારો થશે કે ઘટાડો તેનો આધાર બજાર પર રહેલો છે. જોકે અમુક નિષ્ણાંતોનાં મતે આગળ જતાં કપાસની બજાર સુધરી શકે છે. પણ ખેડૂતોને આમાં કંઈ ફાયદો થશે નહિ. કારણ કે જે કપાસ ખેડૂતો પાસે હતો એ બજારમાં આવી ચૂક્યો છે. આગામી દિવસોમાં કપાસની બજાર સુધરી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
કમોસમી વરસાદ: ચોમાસા બાદ પડેલા ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનની ઘટનાને પગલે પૂરા દેશમાં 50.40 લાખ હેકટર જમીનમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું હોવાની વાત કેન્દ્ર સરકારે કબૂલી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારે વરસાદ, પૂરની સ્થિતિને કારણે ખેતીને નુકસાન પહોંચ્યું છે, જેમાં સૌથી વધુ નુકસાન કર્ણાટકમાં થયું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફંડમાંથી કુલ રૂ.8873.60 કરોડની રકમ ગત 25મી નવેમ્બર સુધીમાં રિલીઝ કરી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં જાહેર કરેલી માહિતી મુજબ દેશમાં સૌથી વધુ નુકસાન કર્ણાટકમાં 13.98 લાખ હેકટરમાં પાકને થઈ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 6.90 લાખ હેકટર, રાજસ્થાનમાં 6.79 લાખ હેકટર, બિરારમાં 5.80 લાખ હેકટર, મહારાષ્ટ્રમાં 4.55 લાખ હેકટર અને ઉત્તર પ્રદેશમાં 3.61 લાખ હેકટરમાં પાકને નુકસાન પહોંચ્યુ છે.
કૃષિ મંત્રીએ કહ્ હતું કે ઈ યું ન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ દ્વારા ખેડૂતોને પૂરની સ્થિતિમાં ખેતીમાં શું ધ્યાન રાખવું તેની માહિતી અને તાલિમ પણ પૂરી પાડવામાં આવે છે. દેશમાં ચોમાસા દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ આવ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારમાં ઓક્ટોબરમાં પણ વરસાદ પડ્યો હતો અને નવેમ્બરમાં પણ કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી હતી.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1752 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ 04 ડીસેમ્બર 2021 ને શનિવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1410 | 1741 |
અમરેલી | 1000 | 1722 |
ગોંડલ | 1001 | 1711 |
જસદણ | 1050 | 1725 |
બોટાદ | 1140 | 1752 |
જામજોધપુર | 1550 | 1720 |
બાબરા | 1400 | 1725 |
જામનગર | 1300 | 1740 |
વાંકાનેર | 900 | 1660 |
મોરબી | 1425 | 1725 |
હળવદ | 1250 | 1712 |
જુનાગઢ | 1450 | 1660 |
ધોરાજી | 1246 | 1726 |
વિછીયા | 1200 | 1670 |
લાલપુર | 1535 | 1726 |
ખંભાળિયા | 1550 | 1670 |
ધનસુરા | 1500 | 1630 |
વિજાપુર | 1000 | 1688 |
ગોજારીયા | 1400 | 1665 |
હિંમતનગર | 1541 | 1682 |
કડી | 1400 | 1672 |
મોડાસા | 1530 | 1570 |
થરા | 1520 | 1650 |
સતલાસણા | 1450 | 1660 |