એક તરફ ગૂજરાતના ખેડૂતો હોંશેહોંશે કપાસ પકવી રહ્યાં છે, તો બીજી તરફ કપાસના નીચે ઉતરી રહેલા ભાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કપાસના ભાવમાં જે રીતે કડાકો થયો છે, તે જોતા ખેડૂતોના આંખમાંથી હવે માત્ર આસું આવવાના બાકી રહી ગયા છે. કપાસનો ભાવ જોઈ ખેડૂતો રડ્યા, ભાવ વધે તેની રાહ જોઈને હવે કેટલાય ખેડૂતો કપાસને ઘરમાં સાચવવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો: જાણો કયા બોલાયો મગફળીનો 1722 રૂપિયા ભાવ ? તેમજ સર્વે
દેશમાં રૂનાં ભાવ ઘટતા અટકીને બે દિવસથી સ્ટેબલ થયા છે, પંરતુ વૈશ્વિક બજારની તુલનાએ હજી પણ રૂના ભાવ ઊંચા હોવાથી ભારતીય ટેક્સટાઈલ્સ ઉદ્યોગ દ્વારા કોટનની ૧૧ ટકાની આયાત ડ્યૂટી નાબૂદ કરવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે જેને કારણે સરકારે ઓસ્ટ્રેલિયાથી રૂની ડયુટી ફ્રી ત્રણ લાખ ગાંસડીનો આયાતની છુટ આપી હતી. બીજી તરફ બજાર સુત્રો કહે છેકે સરકાર પહેલી ફેબ્રુઆરીનાં રોજ જાહેર થનાર બજેટમાં રૂની આયાત ડ્યૂટી નાબૂદ કરે તેવી પણ સંભાવનાં રહેલી છે, કારણ ત્યાં સુધીમાં પાકનાં અંદાજો સ્પષ્ટ થઈ જશે. અત્યારે રૂની આવકો ગત વર્ષની તુલનાએ ૪૦ ટકા જેટલી ઓછી આવી છે.
આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે
દેશમાં રૂનાં ભાવ હજી પણ વૈશ્વિક બજારની તુલનાએ ઊંચા છે, પરિણામે જો આયાત ડ્યૂટી નાબૂદ થાય તો રૂની આયાત પડતર બેસી શકે છે, કારણ કરીને આ એક્સટ્રા સ્ટેબલ રૂની આયાત પડતર બેસે તો મિલોને મોટી રાહત મળી શકે તેમ છે.
કપાસના બજાર ભાવ (31/12/2022)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1600 | 1740 |
અમરેલી | 1170 | 1735 |
સાવરકુંડલા | 1625 | 1721 |
જસદણ | 1700 | 1780 |
બોટાદ | 1620 | 1780 |
મહુવા | 1400 | 1651 |
ગગોંડલ | 1351 | 1721 |
કાલાવડ | 1600 | 1784 |
જામજોધપુર | 1645 | 1826 |
ભાવનગર | 1470 | 1751 |
જામનગર | 1350 | 1785 |
બાબરા | 1650 | 1750 |
જેતપુર | 1200 | 1777 |
વાંકાનેર | 1450 | 1730 |
મોરબી | 1625 | 1731 |
રાજુલા | 1500 | 1700 |
હળવદ | 1450 | 1715 |
તળાજા | 1450 | 1675 |
બગસરા | 1200 | 1750 |
જુનાગઢ | 1350 | 1622 |
ઉપલેટા | 1650 | 1730 |
માણાવદર | 1655 | 1765 |
ધોરાજી | 1596 | 1761 |
વીછીયા | 1630 | 1750 |
ભેસાણ | 1500 | 1730 |
ધારી | 1350 | 1735 |
લાલપુર | 1583 | 1771 |
ખંભાળિયા | 1530 | 1692 |
ધ્રોલ | 1450 | 1750 |
પાલીતાણા | 1500 | 1680 |
સાયલા | 1600 | 1741 |
હારીજ | 1532 | 1725 |
ધનસૂરા | 1450 | 1560 |
હિંમતનગર | 1450 | 1679 |
માણસા | 1200 | 1709 |
કડી | 1501 | 1677 |
મોડાસા | 1350 | 1515 |
પાટણ | 1550 | 1701 |
થરા | 1670 | 1711 |
તલોદ | 1551 | 1625 |
સિધ્ધપુર | 1600 | 1791 |
ડોળાસા | 1600 | 1670 |
દીયોદર | 1561 | 1600 |
બેચરાજી | 1450 | 1670 |
ગઢડા | 1660 | 1725 |
ઢસા | 1580 | 1758 |
કપડવંજ | 1300 | 1450 |
ધંધુકા | 1576 | 1696 |
વીરમગામ | 1548 | 1700 |
ચાણસ્મા | 1481 | 1648 |
ભીલડી | 1200 | 1650 |
ખેડબ્રહ્મા | 1560 | 1650 |
લાખાણી | 1350 | 1652 |
ઇકબાલગઢ | 1231 | 1651 |
સતલાસણા | 1300 | 1551 |