સૌરાષ્ટ્રના ગામડા બેઠા એકદમ સારી કવોલીટીવાળા અને પૂરા ઉતારાવાળા કપાસના મણના રૂા.૨૦૦૦ બોલાય છે. જીનપહોંચ સારી કવોલીટીન કપાસના વધીને રૂા.૨૦૫૦ થી ૨૦૬૦ થયા હતા પમ તેમાં ગયા સપ્તાહે રૂા.૩૦ થી ૩૫ ઘટી ગયા હતા. દેશમાં આવકનું ચિત્ર જોતાં કપાસનો પાક ઓછો થશે તે નક્કી છે પણ સાથે એ વાત છે કે જે ખેડૂતોના ખેતરમાં કપાસ ઊભો છે તે ખેડૂતને કપાસના રૂા.૨૦૦૦ ભાવ દેખાય ગયા હોઇ હવે પાણી પાઇને કપાસની વધુ સારી માવજત કરી રહ્યો છે.
આ કપાસ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બજારમાં આવશે ત્યારે આવકનું દબાણ વધવાનું છે. બીજી મહત્વની વાત એ છે કે કપાસનો પાક ઓછો છે, તેજીવાળા મેદાનમાં છે. આ બધા કારણોની તેજી કપાસમાં થઇ ચૂકી છે. કપાસના મણના રૂા.૨૦૦૦ ઓછા નથી. ખેડૂતોએ સપનામાં વિચાર્યું નહોતું કે કપાસના રૂા.૨૦૦૦ થશે. હવે કપાસના રૂા.૨૦૦૦થી વધવા માટે નવા કારણોની જરૂર પડશે જે બજાર પાસે હાલ નથી. ગયા સપ્તાહે કપાસરૂા.૨૦૦૦થી બહુ વધી શકયો નથી કારણ કે જેવા ભાવ રૂા.૨૦૦૦ થતાં હતા ત્યારે જીનરોની લેવાલી અટકી જતી હતી. અત્યારે રૂા.૨૦૦૦નો સારો કપાસ ખરીદીને જીનર રૂ બનાવે તો પડતર ખાંડીદીઠ રૂા.૭૫,૦૦૦ની પડે છે. બજારમાં રૂનો ભાવ રૂા.૭૩,૫૦૦ થી ૭૪,૦૦૦ ચાલે છે
એક તો ત્રીજી લહેરના કોરોનાએ દેશના દરવાજે દસ્તક દઇ દીધી છે. જે તે રાજ્ય સરકારો પોતાની રીતે હરકતમાં આવી ચૂકી છે. તેથી કોરોનાને કન્ટ્રોલમાં લેવા માટે લોક ડાઉનનો સમયવધવાની જાહેરાતો થઇ રહી છે. સરકારી આ બધા પગલાને લીધે કૃષિ માર્કેટો પર પણ અસર થઇ છે. કંઇ નહીં તો એના લીધે રૂમાં તેજીનું મોરલ તૂટી રહ્યું છે. આ આખા વિશ્વની સ્થિતિછે. તેથી આગામી દિવસોમાં વૈશ્વિક નિકાસ કે આયતા વેપારોને પણ અસરકર્તા રહે છે.
બીજી તરફ દક્ષિણની સ્પીનીંગ મીલો સહિતની મોટી કોટન લોબી કેન્દ્ર સરકાર સામે પગ ભરાવીને બેઠી છે. વિશ્વબજારમાં આપણા કપાસના ભાવ ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. તેથી સરકારને પેલી 9 જણસીઓના વાયદા પર પ્રતિબંધ લાદ્યો, એ રીતે કપાસના વાયદા થોડો સમય બંધ કરવાની માંગ સાથે આયાત ડ્યુટી જે 10 ટકા છે, તે ઘટાડવાની માંગણી કરી છે. ટુંકમાં કોઇપણ રીતે કપાસની માર્કેટને નિયંત્રણમાં લેવાની વાત છે.
આમ, તમામ પરિસ્થિતિ જોતાં ખેડૂતોએ રૂા.૨૦૦૦નો કપાસમાંથી ૭૦ થી ૮૦ ટકા કપાસ વેચીને હવે જે નફો મળ્યો તે ઘરભેગો કરી લેવો જોઇએ. ૨૦ થી ૩૦ ટકાથી વધારે કપાસ ઘરમાં રખાય નહીં કારણ કે રૂા.૨૦૦૦વાળા કપાસના વધીને રૂા.૨૧૦૦ થી ૨૧૫૦ થઇ શકે તેનાથી વધવાના ચાન્સ હાલ કોઇ દેખાતા નથી.
કપાસના ભાવો:
હવે જાણી લઈએ ગઈકાલના 09 જાન્યુઆરી 2022 ને શનિવારના ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1520 | 2054 |
અમરેલી | 1200 | 2100 |
કાલાવડ | 1400 | 2051 |
જેતપુર | 1311 | 2186 |
ગોંડલ | 1001 | 2076 |
બોટાદ | 1140 | 2060 |
તળાજા | 1125 | 2033 |
ભેસાણ | 1300 | 2040 |
જામનગર | 1600 | 2025 |
વાંકાનેર | 1050 | 2028 |
મોરબી | 1400 | 2040 |
હળવદ | 1700 | 2000 |
જુનાગઢ | 1200 | 1858 |
ધોરાજી | 1596 | 2026 |
વિછીયા | 1600 | 2040 |
ઉપલેટા | 1400 | 2020 |
ધનસુરા | 1400 | 2050 |
વિજાપુર | 1200 | 2079 |
ગોજારીયા | 900 | 2051 |
હિંમતનગર | 1661 | 2100 |
ગઢડા | 1460 | 2100 |
થરા | 1750 | 2005 |
સતલાસણા | 1550 | 1961 |
વિસનગર | 1000 | 2089 |
મહુવા | 850 | 2007 |