ઉનાળુ મગફળીનાં આગોતરા વાવેતર ચાલુ થવાની સાથે બિયારણની માંગ પણ સારી નીકળી છે, જેને પગલે મગફળીની બજારને ટેકો મળી રહ્યો છે. મગપળીનાં ભાવ ઉનાળુ વાવેતર સરેરાશ ખાસ વધે તેવી સંભાવનાં નથી, પંરતુ જેમને પાણી છે તેઓ ગવાર અને ઉનાળુ મગફળીનાં વાવેતર કરે તેવી સંભાવનાં દેખાય રહી છે. રાજકોટનાં એક અગ્રણી સીંગદાણાનાં બ્રોકરે જણાવ્યું હતું કે હાલમાં ટીજે ક્વોલિટીમાં ૬૦-૭૦ કાઉન્ટમાં રૂ.૯૪,૦૦૦ અને બોલ્ડમાં રૂ.૮૬,૦૦૦ના ભાવથી બિયારણબર દાણામાં વેપારો થઈ રહ્યાં છે. હાલ બિયારણ બનાવતી કંપનીઓની હોલસેલમાં ઘરાકી છે. ખેડૂતોની બિયારણમાં માંગ ૧૫મી જાન્યુઆરી બાદ નીકળે તેવી સંભાવનાં દેખાય રહી છે. ગોંડલમાં ૨૪ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૦૫૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૦૦ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૨૫ સુધીનાં ભાવ બોલાયાં હતાં.
આગામી દિવસોમાં ઘઉંની બજારમાં લેવાલી કેવી રહે છે તેના ઉપર જ આધાર રહેલો છે. જો વૈશ્વિક ભાવમાં સુધારો થશે તો બજારને ટેકો મળે તેવી પણ સંભાવનાં રહેલી છે.ઘઉંનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે ઘઉંનાં ભાવમાં આગામી દિવસોમાં સરેરાશ લેવાલી સારી રહેશે તો બજારમાં સુધારો આવશે, એ સિવાય ભાવ ટકી રહેશે. ઘઉંનાં ભાવ હાલ તુરંત બહુ ઘટી જાય તેવા સંજોગો નથી. નવો પાક બજારમાં આવશે ત્યાર બાદ બજારમાં ઘટાડો આવશે. ઘઉંનો પાક સારો થાય તેવી ધારણાં છે. અત્યાર સુધીનું વાતાવરણ પાકને સાનુકૂળ છે
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 2015 |
બાજરો | 330 | 430 |
જીરું | 2850 | 3120 |
ઘઉં | 380 | 450 |
રાયડો | 1000 | 1275 |
ચણા | 725 | 917 |
મગફળી જીણી | 950 | 1350 |
મગફળી જાડી | 900 | 1054 |
લસણ | 150 | 525 |
તુવેર | 1000 | 1130 |
એરંડા | 1051 | 1151 |
અડદ | 500 | 1370 |
મરચા સુકા | 500 | 3500 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1975 |
ઘઉં લોકવન | 340 | 412 |
ઘઉં ટુકડા | 340 | 420 |
ચણા | 700 | 928 |
અડદ | 700 | 1318 |
તુવેર | 1050 | 1263 |
મગફળી ઝીણી | 800 | 1079 |
મગફળી જાડી | 750 | 1110 |
સિંગફાડા | 1000 | 1260 |
તલ | 1800 | 2056 |
તલ કાળા | 1900 | 2400 |
જીરું | 2400 | 3080 |
ધાણા | 1300 | 1726 |
મગ | 770 | 1280 |
સોયાબીન | 1000 | 1309 |
રાઈ | 1375 | 1375 |
મેથી | 975 | 975 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1620 | 2043 |
ઘઉં લોકવન | 402 | 433 |
ઘઉં ટુકડા | 408 | 473 |
જુવાર સફેદ | 335 | 565 |
બાજરી | 285 | 421 |
તુવેર | 1000 | 1245 |
મગ | 1011 | 1419 |
મગફળી જાડી | 901 | 1122 |
મગફળી ઝીણી | 885 | 1111 |
એરંડા | 1076 | 1157 |
અજમો | 1350 | 2060 |
સોયાબીન | 1175 | 1345 |
કાળા તલ | 1900 | 2575 |
લસણ | 150 | 354 |
ધાણા | 1430 | 1646 |
મરચા સુકા | 1350 | 3200 |
જીરૂ | 2910 | 3154 |
રાય | 1300 | 1530 |
મેથી | 920 | 1278 |
ઈસબગુલ | 1650 | 2170 |
ગુવારનું બી | 1110 | 1134 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1601 | 1962 |
મગફળી | 870 | 1380 |
ઘઉં | 370 | 418 |
જીરું | 2800 | 3133 |
એરંડા | 1140 | 1176 |
ગુવાર | 900 | 1203 |
વરીયાળી | 1550 | 1661 |
અડદ | 400 | 1302 |
ધાણા | 1400 | 1638 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 2000 |
ઘઉં | 390 | 438 |
જીરું | 2240 | 3100 |
એરંડા | 1090 | 1110 |
તલ | 1510 | 2088 |
મગફળી ઝીણી | 700 | 1341 |
તલ કાળા | 1590 | 2300 |
અડદ | 427 | 1411 |
ગુવારનું બી | 1015 | 1015 |
સિંગદાણા | 1150 | 1445 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1250 | 2057 |
મગફળી | 800 | 1090 |
ઘઉં | 250 | 481 |
જીરું | 2300 | 3200 |
તલ | 1740 | 2100 |
બાજરો | 281 | 393 |
તુવેર | 995 | 1180 |
તલ કાળા | 1705 | 2480 |
અડદ | 520 | 1300 |
મઠ | 960 | 1665 |
રાઈ | 1250 | 1450 |
વરીયાળી | 1350 | 1400 |
દરેક ઋતુની જેમ શિયાળાની ઋતુમાં પણ ખાણીપીણીનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. જેમ આપણે જાણીએ છીએ કે ઋતુ બદલાવાની સાથે આપણે આપણા આહારમાં ફેરફાર કરવો પડશે જેથી કરીને આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ. શિયાળાની ઋતુમાં અમુક ખોરાક ખાવાથી આપણા શરીરને વિશેષ લાભ મળે છે. નિષ્ણાતોના મતે તમામ પ્રકારની ખજૂર માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં તેને ખાવું જ જોઈએ જેથી તમારું શરીર ગરમ રહે. ચાલો જાણીએ ખજૂર ખાવાના ફાયદા...
ઠંડીથી રાહત
શિયાળામાં ઘણીવાર એવું જોવા મળે છે કે ઠંડી તમને પોતાની ઝપેટમાં લઈ લે છે. તેથી ખજૂરનું સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો શરદીની સમસ્યા સતત રહેતી હોય તો એક ગ્લાસ અને દૂધમાં 5-6 ખજૂર નાખી તેમાં પાંચ દાણા કાળા મરી, એક એલચી અને એક ચમચી ઘી નાખીને ઉકાળો. રાત્રે સૂતા પહેલા તેને પીવાથી શરદી અને ફ્લૂમાં આરામ મળે છે.
સંધિવાના દુખાવામાં ફાયદો થાય છે
શિયાળાની ઋતુમાં આર્થરાઈટીસનો દુખાવો વધી જાય છે. આવી સ્થિતિમાં ખજૂરનું સેવન કરવાથી આ દુખાવામાં ઘણી રાહત મળે છે. આ સિવાય લકવો અને છાતીમાં દુખાવાની ફરિયાદમાં પણ ખજૂર મદદ કરે છે.
કબજિયાતની સમસ્યા દૂર કરે છે
ખજૂરમાં પ્રોટીન, ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે,જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. રાત્રે સૂતા પહેલા થોડી ખજૂરને પાણીમાં પલાળી રાખો અને સવારે ખાઓ. આનાથી તમને ફાયદો થશે.
રક્તસ્રાવની સમસ્યામાંથી રાહત
એનિમિયાની સ્થિતિમાં ખજૂરને રાત્રે પલાળીને સવારે દૂધ કે ઘી સાથે ખાવાથી ફાયદો થાય છે. આ સિવાય 3-4 ખજૂરને ગરમ પાણીમાં ધોઈને ગાયના દૂધ સાથે ઉકાળો અને ઉકાળેલું દૂધ સવાર-સાંજ લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મળે છે.
ભૂખ વધારવામાં અસરકાર
જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો ખજૂરનો પલ્પ કાઢીને દૂધમાં પકાવો જેથી ભૂખ વધે. ત્યાર બાદ તેને ઠંડુ કરીને પીસી લો. આ દૂધ પીવાથી ભૂખ વધે છે અને ભોજન પણ પચાય છે.
ચરબી મેળવવામાં ફાયદાકારક
એવું જોવા મળે છે કે લોકો તેમના પાતળા થવાને લઈને ચિંતિત છે. આ સ્થિતિમાં ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પાતળા છો અને થોડા જાડા બનવા માંગો છો તો ખજૂર તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.